ડાંગ

અંતરિક્ષ કાર્યક્રમના જનક ડો.વિક્રમ સારાભાઈની જન્મ જયંતિએ સાપુતારા ખાતે ઈસરો દ્વારા યોજાયુ જ્ઞાન વિજ્ઞાનનુ પ્રદર્શન

(ડાંગ માહિતી બ્યુરો)

આહવા:  અંતરિક્ષ કાર્યક્રમના જનક ડો.વિક્રમ સારાભાઈની ૧૦૬મી જ્ન્મ જયંતિ દિવસે  રાજ્યના છેક છેવાડે આવેલા નાનકડા અને અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના બાળકો માટે જ્ઞાન વિજ્ઞાન અને અંતરીક્ષની
ક્ષિતિજોની પેલે પાર ડોકિયુ કરવાનો અવસર પ્રદાન કરવા બદલ, ડાંગ કલેકટર સુશ્રી શાલિની દુહાને ઈસરોનો આભાર વ્યક્ત કર્યો
હતો.
ગિરિમથક સાપુતારા સ્થિત શ્રી સાંદિપની માધ્યમિક શાળા ખાતે ઈસરો અમદાવાદ અને નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા
દ્વારા આયોજિત એક દિવસીય અંતરિક્ષ પ્રદર્શનીને ખુલ્લુ મુકતા કલેકટર શ્રી દુહાને અંતરિક્ષના વિચાર બીજનુ વાવેતર કરતા આ
કાર્યક્રમને ઘર આંગણે ઉપલબ્ધ થયેલી સ્વર્ણિમ તક ગણાવી તેનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી.
જીજ્ઞાસુ બાળકો સાથે સીધો સંવાદ સાધતા કલેકટરશ્રીએ ઈસરો અને તેની કામગીરી, અને પ્રવૃત્તિઓ બાબતે ચર્ચા કરી તેમના
વિજ્ઞાન પ્રત્યેના જ્ઞાન અને રસ રુચિને પારખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ઈસરોના સિનિયર સાયન્ટિસ્ટ શ્રી દેવાંગ માંકડે ડો.વિક્રમ સારાભાઈના ધરાતલથી ગગન સુધી વિસ્તરતા જ્ઞાન અને વિજ્ઞાનને
લોકભોગ્ય બનાવવાના સ્વપ્નની પૂર્તિરૂપે આયોજિત અંતરિક્ષ પ્રદશનની સૂક્ષ્મ જાણકારી આપી હતી. શૂન્યની શોધ કરનાર
આર્યભટ્ટના યુગથી માંડીને, ચન્દ્રયાન અને ગગનયાન સુધીની ઇસરો અને ભારતની સુવર્ણ સફરની જાણકારી પણ આવા
પ્રયાસોથી ભારતની ભાવિ પેઢી સમાન વિદ્યાર્થીઓ સુધી સુપેરે પહોંચી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઈસરોના ઉષ્માબેને નેશનલ સ્પેસ ડે ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે, અને ડો.વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મ જયંતિ નિમિત્તે
આયોજિત કાર્યક્રમ, પ્રદર્શન અને તેનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા, વિજ્ઞાન અને ટેકનોલોજીના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે ભાવિ પેઢીને તૈયાર
કરવાનો આ સ્તુત્ય પ્રયાસ છે તેમ કહ્યું હતું. તેમણે બાળકોના સ્વપ્ન, જીજ્ઞાસા અને મહેનતથી ભારતનુ ભાવિ ઘડાશે તેવો
આશાવાદ પણ આ વેળા વ્યક્ત કર્યો હત

કાર્યક્રમમા નોટિફાઇડ એરિયા કચેરીના ચીફ ઓફીસર શ્રી ઉમેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુનિલ બાગુલ અને પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ સહિત સાંદિપની સ્કૂલ પરિવાર, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ
પ્રદર્શનનો ડાંગની તમામ વિજ્ઞાન શાળાઓના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ દિવસ દરમિયાન મુલાકાત લઈ લાભ લીધો હતો.
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ઈસરોની જ્ઞાન વિજ્ઞાનની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!