ગિરિમથક સાપુતારાની ખૂબસુરત વાદીઓમા રાષ્ટ્રભક્તિના ગગનભેદી નારાઓ સાથે જોમ જુસ્સાપૂર્વક તિરંગા યાત્રા યોજાઈ હતી.
(ડાંગ માહિતી બ્યૂરો-યંગુજરાત ડિજીટલ ન્યૂઝ ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે રાષ્ટ્રભક્તિના નારા સાથે યોજાઈ તિરંગા યાત્રા
–
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૧૨: ગિરિમથક સાપુતારાની ખૂબસુરત વાદીઓમા રાષ્ટ્રભક્તિના ગગનભેદી નારાઓ સાથે
જોમ જુસ્સાપૂર્વક તિરંગા યાત્રા યોજાઈ હતી.
નોટીફાઈડ એરિયા કચેરી-સાપુતારાના પ્રાંગણેથી પ્રારંભાયેલી ગિરિમથકની તિરંગા યાત્રાસ્વાગત સર્કલે રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થઈ
હતી.
આ યાત્રાનો પ્રારંભ કરાવતા ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાન સહિતના પ્રશાસનિક અધિકારીઓ, હોટલ ઓનર્સ
એસોસિએશનના પ્રતિનિધિઓ, શાળા/મહાશાળાના બાળકો, સાપુતારાના સહેલાણીઓ અને ગિરીમથકના નિવાસીઓ
ઉત્સાહભેર જોડાયા હતા.પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે આયોજિત સાપુતારાની તિરંગા યાત્રા પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, નોટીફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર શ્રી યુ.વી.પટેલ, મહિલા અને બાળ અધિકારી સુશ્રી મનિષા મુલતાણી, શિક્ષણાધિકારી શ્રી સુનિલ બાગુલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ, પ્રવાસન મેનેજર શ્રી ભીમભાઈ પરમાર, હોટલ ઓનર્સ એસોસિએશનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે વિગેરે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.