ઈરાન પર હુમલો-યુદ્ધમાં દખલગીરીનો વિરોધ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ : લોકો રસ્તા પર ઉતર્યા : અનેક શહેરોમાં હાઈએલર્ટ
વોશીંગ્ટન

વોશીંગ્ટન,તા.23
ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન આપીને ઈરાનના ત્રણ અણુસ્થાનો પર ત્રાટકનારા અમેરીકામાં આંતરીક વિરોધ શરૂ થયો હોય તેમ ન્યુયોર્કમાં પ્રમુખ ટ્રમ્પ સામે મોટી સંખ્યામાં લોકોએ એકત્રીત થઈને વિરોધ કર્યો હતો.
સેંકડો લોકોએ ન્યુયોર્કનાં માર્ગો પર રેલી યોજી હતી. પેલેસ્ટાઈનના ધ્વજ ફરકાવ્યા હતા. ઈરાન યુદ્ધમાં ડખલગીરી બંધ કરવાનાં પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
ઈરાનનાં ત્રણ અણુસ્થાનો પર હુમલો કર્યા બાદ વધુ હુમલા કરવાની અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી જાહેર કરી જ છે આ સ્થિતિમાં ઘરઆંગણે કોઈ તનાવ ન સર્જાય તે માટે ન્યુયોર્ક સહિતનાં શહેરોમાં સુરક્ષા તંત્રને હાઈ એલર્ટના આદેશો કરવામાં આવ્યા છે.
વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને ધાર્મિક, સાંસ્કૃતિક તથા રાજકીય સ્થળોએ સલામતી વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
અમેરિકામાં એક વર્ગ ટ્રમ્પના ઈઝરાયેલની પડખે રહેવાનાં નિર્ણયથી ખુશ નથી અને ઈરાક યુદ્ધ વખતની યાદ આપવામાં આવી રહી છે અને અમેરિકી સૈન્ય જવાનોને જોખમમાં મુકવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરીકા વધુ એક લાંબા સંઘર્ષમાં ફસાઈ જવાની પણ ભીતી પણ વ્યકત કરવામાં આવી છે.