નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું
પ્રિતેશ પટેલ બ્યુરો ચીફ નવસારી
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું ગયું હતું .
જેમાં “અમે” અને “તમે’ ના“અમે” અને “તમે’ ના અસ્તિત્વને ઓગાળી “આપણે” ના અવિર્ભાવની શરૂઆત….સાથે“જય કોળી સમાજ” ના નારા સાથે જલાલપોર કોળી યુવા સંગઠન દ્રારા મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી લુન્સીકુઈ મેદાનથી નીકળી ગાંધી કોલેજ એરૂ સભાસ્થળ સુધી રાખવામાં આવી હતી અને એજ જનમેદની જોઈ સંગઠન મૂજબત બને સમાજને મજબૂત બનાવવા અને સમાજ માટે હુંકાર કરવામાં આવ્યો હતો.
આ રેલી બાદ માં સભા મંડપ માં પહોચી ને “જય કોળી સમાજ ” ના નારા લગાવ્યા હતા.આ મહાસંમેલન માં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરવા આવ્યું હતું જેમાં માનનીય શ્રી આર.સી.પટેલ સાહેબ, ગોવિંદભાઈ પટેલ (ગણદેવી) એ.ડી.પટેલ, મોહનભાઈ પટેલ, સુરેશભાઈ જોગી ભાઈ પટેલ, પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ ( ગણદેવી પ્રમુખ) સમીર ભાઈ પટેલ (ચીખલી પ્રમુખ) અમૃતભાઈ પટેલ,મધુકરભાઈ પટેલ( ઉભરાટ પ્રમુખ)નેહલભાઈ પટેલ, હિરેન ભાઈ પટેલ (યુવા આગેવાન) હિતેશભાઈ પટેલ, ડૉ.અર્જુન પટેલ, અમીતભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ મુકુંદભાઈ પટેલ (નાગધરા) પરિમલ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમા સમાજ ને સંમેલનમાં માત્ર અને માત્ર સમાજ સાથે થયેલ અન્યાય સામે ન્યાય મેળવવાનું છે, યુવા -યુવતીઓ પણ સમાજ માટે એક થવા આહવાન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજ વિરોધી પરિબળો ને ખુલ્લો પડકાર પુરતી તાકાત લગાડી દેજો કોઈને મનની મનમાં ન રહી જાય. આ વાત કોળી સમાજના આન, બાન, શાન અને એકતાની છે. ડરો મત સમાજ માટે લડો… રાષ્ટ્ર માટે લડો…ગુલામી છોડો…ન્યાય માટે લડો…કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન કરો… ચાલો કોળી સમાજના હકક ની લડાઈ લડીએ… અને સમાજને બંધારણીય હકક અપાવીએ એવા આહવાનો કરવામા આવ્યા હતા.સંમેલનમાં આશરે સમગ્ર વિસ્તારમાંથી મોટી જનમેદની ઉમટી પડી હતી આ સાથે સમાજ આવનાર સમયમાં પણ મોટું મહાસંમેલન યોજાશે.અને સમાજ લડવા સૌ તત્પરતા દાખવી હતી.સમેલનમા સમાજના વડીલો, ભાઈઓ- બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સમેલન માં આવેલા મહાનુભાવો દ્ધારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતા.અને છેલ્લા આભાર વિધિ કરી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું હતુ.