અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી PM મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી ભવ્ય રોડ શો શરુ થયો હતો. તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. PM મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો છે.PM મોદીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે. PM મોદીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા છે. નિકોલમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધશે. પીએમ મોદીને આવકારવા માટે રસ્તાની બંને બાજુ લોકો ઉમટી પડ્યા છે. PM મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યૂલન્સને રસ્તો આપવામાં આવ્યો હતો. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો હતો. ત્રણ કિલોમીટર લાંબો રોડ શો છે.એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રોડ શો સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. રોડ શો બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેઓ જંગી સભા સંબોધશે.
26 ઓગસ્ટનો પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટના રોજ સવારે લગભગ 10.30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મોદી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 65 કિમી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિમી કલોલ-કડી-કટોસન રોડ રેલ લાઇન અને 40 કિમી બેચરાજી-રણુજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રોડ શો સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. રોડ શો બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેઓ જંગી સભા સંબોધશે.