સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્વારા કર્ણાટકના કુરુબા સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાની હરકતનો વિરોધ કરવામાં આવ્યો.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને કર્ણાટક રાજ્યની ઓબીસી સમુદાયમાં આવતી કુરુબા જાતિને આદિવાસી સમાજનો દરજ્જો આપવાની હરકતનો સખત વિરોધ કર્યો છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્ર બાબતે મીડિયા સાથેની વાતચીતમાં નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે કુરુબા જ્ઞાતિ પહેલેથી જ ઓબીસી સમાજમાં સમાવિષ્ટ છે અને રાજકીય તેમજ સામાજિક રીતે શક્તિશાળી છે અને આદિવાસી સંસ્કૃતિથી એમની સંસ્કૃતિ એકદમ અલગ છે આથી આ જ્ઞાતિને આદિવાસી/અનુસૂચિત જનજાતિના દરજજાનો લાભ આપવો જોઈએ નહીં એવી અમારી માંગ છે