નવસારી

અરજદારે દસ્તાવેજ સંબંધી જાણકારી મેળવવા સાદી અરજી કરતા ખેરગામ પોલિસ દ્વારા નિયમોવિરુદ્દધ આરટીઆઈથી માહિતી માંગવા જણાવતાં વિવાદ.

ખેરગામ- યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

ખેરગામના તબિબ દ્વારા ખેરગામમાં થયેલી ચોરીઓની ઘટનાઓમાં અને જપ્ત થયેલા વાહનોની જમા લેતી વખતેની તેમજ હાલની પરિસ્થિતિ બાબતે સાદી અરજીઓ દ્વારા માહિતી માંગી હતી.પરંતુ લાંબા સમયસુધી માહિતી નહીં આપતાં,તબિબ દ્વારા રિમાઇંડર અરજી કરવામાં આવતા,ખેરગામ પોલિસ સ્ટેશનમાંથી તમે કરેલ અરજી સાદી અરજી હોય માહિતી આપી શકાય એમ નથી,તમારે માહિતી જોઈતી હોય તો આરટીઆઈ મુજબ જ માંગવી પડશે.એમ જણાવી માહિતી આપવાની ના પાડી દેવામાં આવી હતી.આ જવાબ યોગ્ય નહીં લાગતા અરજદારે કોઈપણ સાદી અરજી પર માહિતી નહીં આપી શકાય અને આરટીઆઈ કરો તો જ માહિતી મળી શકે એ પ્રકારનો જવાબ ખેરગામ પોલિસ દ્વારા જે પરિપત્ર/સરકારી આદેશ કે ભારતીય બંધારણીય નિયમનો હવાલો ટાંકીને આપવામાં આવેલ હોત તેની અધિકૃત નકલ આરટીઆઈ કરીને માંગેલ હતી.જેના જવાબમાં ખેરગામ પોલિસ સ્ટેશન દ્વારા પોતાની પાસે આવો કોઈ નિયમ કે પરિપત્ર પોતાની પાસે ઉપલબ્ધ નથી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે હકીકતમાં સાદી અરજી દ્વારા માહિતી નહીં આપવી એવો કોઈ નિયમ જ નથી પરંતુ માહિતી આપવામાં વિલંબ કરવા માટે અથવા માહિતી છુપાવવા માટે આ પ્રકારના પ્રોપગેંડા આચરવામાં આવતા હોય છે જેથી અરજદારોને હેરાન પરેશાન કરી શકાય અને અરજદારનું મનોબળ તોડી શકાય.અમે જે તે જવાબદાર અધિકારીને રૂબરૂ મુલાકાત દરમ્યાન આ બાબતે સવાલ પૂછેલ કે જયારે આરટીઆઈ એક્ટ નહીં હતો ત્યારે અરજદારો માહિતી સાદી અરજીથી જ મેળવતા હતાં ને?તો પછી તમે લોકો અમને નિયમોવિરુદ્ધ આવી રીતે મનસ્વી રીતે ઘરના બનાવેલા કાયદાઓનું પાલન કરવા દુરાગ્રહ કરી શકો નહીં.પરંતુ જવાબદાર અધિકારી યોગ્ય ખુલાસો આપી શકેલ નહીં.માહિતી આપવી જ તો કોપીના રૂપિયા ભરીને પણ માહિતી લઇ જવા જણાવી શક્યા હોત.સામાન્ય લોકોને કાયદા જેટલાં લાગુ પડે છે એટલા જ પોલિસ વિભાગને પણ લાગુ પડે છે અને આવી રીતે જો ખોટો કાયદો બતાવી વારંવાર દુરાગ્રહ કરવામાં આવશે તો જરૂર પડ્યે મનસ્વી વર્તન સુધારવા માટે ન્યાયાલયનો સહારો લેતા અચકાઈશું નહીં.કારણકે આવા ખોટા ખોટા દુરાગ્રહ માત્ર અને માત્ર અરજદારોથી માહિતી છુપાવવાના અને અરજદારો પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવી માનસિક હેરાનગતિ કરવા માટે જ કરવામાં આવતા હોય છે જેનાથી ધક્કા ખાઈ ખાઈને અરજદાર થાકી જાય તો માહિતી આપવામાંથી બચી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!