અમરેલી

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

કરશન પરમાર અમરેલી બ્યુરો ચીફ

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.


આજરોજ તારીખ 27 9 2025 ને શનિવારના રોજ શ્રી એસ.કે વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાગેશ્રી ના અતિ રમણીય વિશાળ મેદાનમાં જગદંબા ની આરાધના નું પાવન પર્વ એવા નવરાત્રી મહોત્સવ નું ભારે ઉમંગ અને આનંદમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું
સ્વ.એસ.કે.વરુ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગૌતમભાઈ વરુ,શ્રી ટ્રસ્ટી શ્રી પ્રભાતભાઈ વરુ તથા યુવા ટ્રસ્ટી શ્રી ભીમભાઇ વરુ તથા શાળાના ઉત્સાહી તથા ધર્મપ્રિય આચાર્યશ્રી જે.બી. માઢક સાહેબ તથા તમામ ગુરુજનો તથા વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો દ્વારા વિદ્યાની દેવી માં સરસ્વતીનું સુંદર આરતી કરવામાં આવી અને સરસ્વતીમા ના આશીર્વાદ મેળવી કાર્યક્રમ સંગીતની સુમધુર સુરાવલી તથા કર્ણપ્રિય સંગીત ના સથવારે શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી વિવિધ સ્ટેપસ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના કલા દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું
ઉપરોક્ત મહોત્સવમાં નીચે ના વિદ્યાર્થીઓએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે
ભાઈઓ
1. પરમાર રાહુલ
2. સોલંકી નરેશ
2. સોલંકી રોહિત
3. બાંભણિયા રામુ
3. શિયાળ રાહુલ

બહેનો
1 બાંભણિયા આસ્થા
2 પરમાર મિત્તલ
3 પરમાર રિધ્ધી

ઉપરોક્ત કાર્યક્રમમાં નિર્ણાયક શ્રીઓ 1. શ્રી એમ.વી.જીડીયા 2. શ્રીમતી એ.સી.પટેલ તથા 3.શ્રીમતી હર્ષાબેન સોલંકી દ્વારા કપરી હોવા છતાં સુંદર કામગીરી પૂરી પાડી હતી
અંતે શાળાના આચાર્યશ્રી જે.બી. માઢક સાહેબ દ્વારા નવરાત્રી ના મહાપર્વ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં સહાય, ભાઈચારો,મિત્રતા, નિષ્ઠા જેવા સદગુણોનો વિકાસ થાય તે માટે મનનીય પ્રવચન આપવામાં આવેલ અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ સાથે સાથે ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા બહેનોને પ્રોત્સાહક ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેવું જાહેર કરતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો સંચાર થયેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!