શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજાઈ
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વાંસદા ( નવસારી)

ગત દિવસે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલાં મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજવામાં આવી. આ શિબિર ની શરૂઆત ડૉ. ખુશાલભાઈ સાહેબ તથા તેમના ધર્મ પત્ની રંજનબેન અને એમની ટીમ તથા શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કમલેશ સિંહ ઠાકોર સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આ શિબિર માં દરેક રોગના દર્દીઓ ને સારવાર મળી રહે એ માટે અલગ અલગ રોગોના આધારે ૯ વિભાગો બનાવવામાં આવ્યા હતા અને દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી હતી તેમજ આંખની તકલીફ વાળા દર્દીઓ ને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. આ શિબિર માં ૩૧૪ જેટલા દર્દીઓ ને સેવા આપવામાં આવી હતી. આ શિબિર માં શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મંત્રી શ્રીમતી નિતાબેન ઠાકોર મેડમ, કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ,મહુવાસ ગામ ના સરપંચ શ્રીમહેશભાઈ ગામિત સાહેબ, વાલીમંડળના પ્રમુખ ચિન્ટુ ભાઈ પણ આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત રહ્યાં હતાં..આચાર્ય હર્ષાબેન અને દામિનીબેન તથા શ્રી સત્ય સાંઈ શાળા પરિવાર નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ એ વોલેન્ટિયર તરીકે પોતાની ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસિંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું..