સુરત
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારાપીડિત પરિવારજનોની મુલાકાત કરી
કિરણ ચૌધરી માંડવી યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ.

માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે દુર્ભાગ્યપૂર્ણ આગના ઘટનાસ્થળે પહોંચી, રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારાપીડિત પરિવારજનોની મુલાકાત કરી.માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે રહેતા જમુભાઈ રામાભાઈ ચૌધરી તથા નાનુબેન પરભુભાઈ ચૌધરીના નિવાસસ્થાને લાગેલી આગમાં પરિવારના પહેરવાના કપડાં, વાસણ તથા જીવન જરૂરી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી તેથી બંને પીડિત વ્યક્તિઓને વ્યક્તિદીઠ 25,000 રૂપિયા રોકડ સહાયરૂપે આપી તેમજ 5 મહિનાની રાશન કીટ પૂરી પાડી. ઉપરાંત, સ્થાનિક અધિકારીઓને સૂચના આપી કે ઘટનાની તાત્કાલિક તપાસ કરી પીડિત પરિવારને વધુ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.મંત્રીશ્રીની મુલાકાત દરમ્યાન અમારા પ્રતિનિધિ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.અસરગ્રસ પરિવાર ને બનતી સરકાર ની તમામ સહાય ચુકવવામાં આવશે.
કિરણ ચૌધરી માંડવી યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ.