બીલીમોરા જીઆઈડીસી ખાતે “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી”અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો

નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ ની અધ્યક્ષતામાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંવાદ થી સુરક્ષા કાર્યક્રમ હેઠળ બીલીમોરા ના આંતલિયા ખાતે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ટ્ર્સ્ટ સાથેએક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ હેઠળ ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો દ્વારા વિવિધ મુદાઓ જેવા કે કંપની ના પર પ્રાંતીય કર્મચારીઓ ના પોલીસ વેરિફિકેશન , ટ્રાફિક નિયમન , સીસીટીવી કેમેરા, કોરોના કાળમાં થયેલા કેસો વગેરે વિષયો અંગે ચર્ચા કરવામાં આવી જેનું સચોટ માર્ગદશન અને નિરાકરણ પણ જીલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે નવસારી જીલ્લા પોલીસ વડા રાહુલ પટેલની સાથે ડી. વાય.એસ. પી. ભગીરથ સિંહ ગોહિલ , પીઆઈ ચાવડા, જીઆઇડીસી પ્રમુખ તુષારભાઈ દેસાઈ તથા સભ્યો તેમજ વગેરે ઉદ્યોગ જગત ના માંધાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.