રાજયમાં ચુંટણીપંચને મોટી સાફસુફી કરવી પડશે ગુજરાતમાં 16 લાખ મૃત્યુ પામેલા મતદારો વોટર લીસ્ટમાં હજુ `જીવંત’
રાજયમાં ચુંટણીપંચને મોટી સાફસુફી કરવી પડશે ગુજરાતમાં 16 લાખ મૃત્યુ પામેલા મતદારો વોટર લીસ્ટમાં હજુ `જીવંત’
ગુજરાતમાં ચુંટણીપંચ દ્વારા જે રીતે મતદાર યાદીમાં સ્પેશ્યલ ઈન્સેન્ટીવ રિવીઝન (સર)ની કામગીરી ચાલી રહી છે તેમાં રાજયની મતદાર યાદીમાં અનેક વિસંપાદી બહાર આવી રહી છે અને તેમાં હવે ચુંટણીપંચ માટે વધુ કવાયત જરૂરી બની છે અને લાખો એન્ટ્રીઓ સુધારવાની જરૂર રહેશે. ચુંટણીપંચના સૂત્રોના જણાવ્યા મુજબ મતદાર યાદીમાં હજુ 16 લાખ નામ એવા છે જે મતદારોનું નિધન થયુ છે. ચુંટણીપંચ આ અંગે સઘન ચેકીંગ કરી બાદમાં તે નામો દુર કરશે. અત્યાર સુધીમાં 4.4 લાખ મતદારો તેમના નોંધાયેલા સરનામામાં મળ્યા નથી. 3 લાખ કાયમી રીતે અન્યત્ર વસી ગયા છે.
જયારે 2.82 લાખ નામો બેવડાયા છે અને 16 લાખ જેટલા નામ એવા છે જે મતદારોના મૃત્યુ થયા છે પણ હજુ તેઓ મતદાર યાદીમાં `જીવંત’ છે. જે અંગે હવે સઘન તપાસ અને તેમાં ખરેખર મૃત્યુ પામ્યા છે તે નિશ્ચિત થયા બાદ આ નામો દુર કરાશે. આ કામગીરી તા.11 સુધી ચાલુ રહેશે.



