શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ની ઉજવણી કરવામાં આવી
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ વાંસદા નવસારી

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ની ઉજવણી કરવામાં આવી
ગત દિવસે વાંસદા તાલુકાના શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કોટેજ હોસ્પિટલ, વાંસદા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવાસ સંલગ્ન ‘વર્લ્ડ એઇડ્સ ડે’ ની ઉજવણી કરી. આ કાર્યક્રમ માં કોટેજ હોસ્પિટલ ના AIDS ડિપાર્ટમેન્ટ માંથી સુનિલભાઈ ગામીત અને કિરણભાઇ પટેલ, T.B. ડિપાર્ટમેન્ટ માંથી સંતોષભાઈ ઝાટકીયા અને પિન્કેશભાઇ પટેલ, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવાસ ના સુપરવાઈઝર દિપકભાઈ ચૌધરી અને અભયભાઈ પટેલ હાજર રહ્યા હતા જેમણે HIV AIDS વિશે વિદ્યાર્થીઓ ને માહિતી આપી હતી તેમજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી HIV AIDS મફત ટેસ્ટિંગ અને અપલબ્ધ આરોગ્ય સેવાઓ તથા સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કમલેશ સિંહ ઠાકોર સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ, પ્રિન્સિપાલ દામિની બેન તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.


