Uncategorized
બુટલેગરો બન્યા બેફામ.રાનકુવા પોલિસ ચોકીની સામે એલસીબીની ઘેરાબંધી તોડી ભાગી રહેલા ક્રેટા કારચાલક બુટલેગરે ઇકો કાર અને ટ્રકને પહોચાડ્યું નુકસાન.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ & નવસારી તથા બ્યુરો ચીફ નવસારી જિલ્લા

તારિખ 11/11/2025 ના રોજ રાનકુવા પોલિસ ચોકીની સામે સફેદ રંગની ક્રેટા કાર દારૂ ભરીને આવી રહી છે એવી બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરનો પીછો કર્યો હતો અને રાનકુવા પોલિસ ચોકીની સામે બુટલેગરને અટકાવવા નાકાબંધી કરી હતી.એ જોઈને ભાગી રહેલ બુટલેગરે ગાડીની સ્પીડ વધારી આગળ ઉભેલ ઇકો કારને અને ટ્રકના દરવાજાને ટક્કર મારી નાકાબંધી તોડી ફરાર થઇ ગયેલ જેનાથી સ્થાનિકો અને વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં માં લોકોએ ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી અને આવી ઉંદર બિલાડીની રેસમાં કોઈ નિર્દોષ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોત તો જવાબદાર કોણ અને ઇકો અને ટ્રકમાં થયેલ નુકસાનની ભરપાઈ પોલિસ કરશે કે બુટલેગર કરશે કે પછી પોતાની કોઈપણ ભુલ વગર અકસ્માતનો ભોગ બનેલી ઇકો કાર અને ટ્રકના માલિક કરશે એવી ચર્ચાઓએ સોસીયલ મીડિયામાં ભારે વેગ પકડ્યુ હતું.



