રાજયની શાળાઓમાં શનિવારથી જ બેગલેસ ડેનો થશે અમલ: બાળકોને શિક્ષણ સિવાયની ઈત્તર પ્રવૃતિ કરાવાશે
ગાંધીનગર

બાળકોની કલા પ્રતિભાને ખીલલવા માટે ગુજરાત શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે. જેમાં બાળકો દર શનિવારે સ્કૂલબેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની ઇત્તર પ્રવૃતિ કરાવવામાં આવશે. રાજયની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર ( 5 જુલાઈ)થી નો સ્કૂલબેગનો અમલ થશે. ઉલ્લેખનિય છે કે, ન્યુ એજન્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. ન્યુ એજ્યુકેશન પોલીસીના હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામા આવશે અને બાળકોની અન્ય પ્રતિભાને ખીલલવાનો પ્રયાસ કરાશે, બેગલેસ ડે શરૂ કરવાનો ઉદેશ બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે. શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ પરંતુ માત્ર ધ્યાન ઈતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવશે.તા.5 જુલાઇથી આ નિયમને અમલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે સ્કૂલબેગલેસ આ દિવમસાં બાલકોને ખાસ કઇ કઇ પ્રવૃત્તિ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી માટે આ દિવસે બાળકોને શિક્ષણ સિવાયની બધી જ પ્રવૃત્તિ કરાવવામાં આવશે. જેમાં ચિત્રકળા, નૃત્યુ, સંગીત યોગ, કસરસતો, મેદાની રમતો સહિતની પ્રવૃતિનો સમાવેશ થઇ શકે છે.આ અંગે કમિટીના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. ઉલ્લેખનિય છે કે હાલ આ નિર્ણય બાગ શાળામાં બાળકોને શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે .પરંતુ આ સાથે બાળકો ભાણ વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે તેવો ઉદ્દેશ છે. વીકએન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહેશએ અને જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે. બેગલેસડથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ પણ છે.