માંડવી તાલુકાના ગામ તળાવ બુજરર્ગની દૂધ મંડળી ખાતે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કાયદાકીય જાગૃતિ તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
કિરણ ચૌધરી બ્યુરો ચીફ માંડવી

માંડવી તાલુકાના ગામ તળાવ બુજરર્ગની દૂધ મંડળી ખાતે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કાયદાકીય જાગૃતિ તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર તારીખ 9 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 12:30 કલાકે યોજાયો હતો.
કાર્યક્રમ ઉમરપાડાના સામાજિક કાર્યકર પ્રિયંકાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે મહિલાઓને અંગે જાગૃત કરી, સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
મહિલા બાળ વિકાસ વિભાગ સુરતના દિવ્યેશભાઈ ગામીત (જેન્ડર રિસર્ચ)એ વહાલી દીકરી યોજના, સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને મળતી 24×7 નિઃશુલ્ક સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, પોલીસ સહકાર, તબીબી સેવા અને આશ્રય જેવી સુવિધાઓ વિશે મહિલાઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં માંડવી પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)*ના સુનંદાબેન ચૌધરી, કાઉન્સિલર સુરેખાબેન, અજયભાઈ, ગામના સરપંચ છાયાબેન રાઠોડ, તેમજ ગામના અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સેમિનારથી મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ અને સરકારી યોજનાઓ અંગે સમજ વધતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.




