જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે.વરૂ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં પ્રવેશ અને કન્યા કેળવણી 2025/26 નુ આયોજન કરવા માં આવ્યું
રિપોર્ટર. કરશન એમ. પરમાર અમરેલી
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે.વરૂ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં પ્રવેશ અને કન્યા કેળવણી 2025/26 આયોજન કરવા માં આવ્યું
આજરોજ તારીખ 26/6/ 2025 ને ગુરુવારના રોજ સ્વ. એસ.કે.વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાગેશ્રીમાં સરકાર શ્રી ની સુચના અન્વયે પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ની ખાસ ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો
ઉપરોક્ત પ્રસંગે નાગેશ્રી ગ્રામ પંચાયતના યુવા સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુ તથા પી.એસ.સી નાગેશ્રી આરોગ્ય ટીમ તથા તલાટીક મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ધાંધલા તથા આંગણવાડી કાર્યકર બહેનો તથા શાળાના યુવા આચાર્ય જે.બી.માઢક સાહેબ તથા શાળાના તમામ શિક્ષક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મહાનુભવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટ તથા ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત ઇનામો આપી પ્રોત્સાહિત કરવા માં આવ્યા
શાળાની વિદ્યાર્થીની બહેન બાંભણીયા આસ્થાબેન તથા બાંભણીયા નિકિતાબેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપેરે કરેલ બાદમાં શાળાના વિશાળ મેદાનમાં વૃક્ષ રોપણ કરવામાં આવેલ અને વૃક્ષોનું જતન કરી તેને સુંદર રીતે ઉછેર કરવાનો દઢ સંકલ્પ કરવામાં આવ્યો
રિપોર્ટર.. કરશન પરમાર નાગેશ્રી