વસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ:જેમાં ભાઈઓ-૨૩૭ અને બહેનો -૩૫ એમ કુલ ૨૭૨ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતુ
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ દ્વારા.

નવસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના યોગી ડિવાઈન સોસાયટી હરિધામ -સોખડા ના બ્રહ્મસ્વરૂપ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના ચતુર્થ શાશ્વત સ્મૃતિ દિન નિમિત્તે યોગીજી પ્રદેશ ગણદેવી વિભાગ તરફથી “મહારક્તદાન શિબિર રામજી મંદિર ના પ્રટાગણ માં યોજવામાં આવેલ હતું રક્તદાન શિબિર ના ઉદઘાટન પ્રસંગે પ.પૂ . પ્રેમ સ્વામિના આશીર્વાદ ના ફળસ્વરૂપે હરિધામ -સોખડા થી પ.પૂ સંતશ્રી પૂ.વિરલ જીવન સ્વામિ,પ.પૂ.ભગવત સ્વરૂપ સ્વામિ અને યોગીજી પ્રદેશ અને ગણદેવી વિભાગ ના સંતસંગીઓ ખુબ મોટી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને માન આપીને ૧૭૬ વિધાનસભાના માજી કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નવસારી વિભાગના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ , ગણદેવી નગર પાલિકા પ્રમુખશ્રી ભાવેશ તથા રામજી મંદિર ના પ્રમુખશ્રી ચન્દ્રકાંત ભાઈ, કનૈયાભાઈ વૈધની હાજરી તથા અગ્રણીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રકતદાન શિબિર નું ઉદ્ઘાટન કરી હરિધામ -સોખડા ના સંતશ્રી વિરલજીવન સ્વામી એ પ્રથમ રક્તદાન ની શરૂઆત કરી સૌને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.મહારકતદાન શિબિર માં (એન.એમ.પી.) બ્લડ બેંક બિલીમોરાના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ-૨૩૭ અને બહેનો -૩૫ એમ કુલ ૨૭૨ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતુ .આ મહારક્તદાન શિબિર ને સફળ બનાવવા યુવા લીડર હિતેશભાઈ વિડિયો તથા વિસ્તારના સત્સંગી યુવા વડીલો તથા મેડિકલ સ્ટાફ યુવાનો સાથે મળી ભરપૂર સહયોગ આપી શિબિર ને સફળ બનાવી હતી.એહવાલ નવસારી જિલ્લા યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ દ્વારા.