ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગના સુબીર અને આહવા તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો
(ડાંગ માહિતી બ્યુરો) આહવા:

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગના સુબીર અને
આહવા તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો
–
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૬: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા
નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને
મકાન વિભાગ હસ્તકના સુબીર અને આહવા તાલુકાના કુલ ૧૬ રસ્તા જે કુલ રૂપિયા ૨૦૫૭ લાખના ખર્ચે નિર્માણ થનારા
માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
સુબિર તેમજ આહવા તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત
કરી આ તમામ વિસ્તાનાં મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ
જ ઉપયોગી સાબિત થશે, તેમજ જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચવા વહાનચાલકોને શરળતા થશે તેમ વિધાનસભા નાયબ
દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
આ રસ્તાઓ સજ્જડ અને સારાં રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતાવહ છે. આ
સાથે જ ડાંગમાં વિકાસ નાં કાર્યો કરવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટી તંત્રને સહયોગ
આપે તે જરૂરી છે.
વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં
આવી રહ્યાં છે.
આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને રાખીને
વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રીના અથાગ પ્રયત્નની જિલ્લામાં અત્યાર સુધી આશરે ૭૦૦ થી વધુ કરોડના ખર્ચે નિર્માણ
થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં છે.
ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત ૮૬૬ કરોડની યોજના મંજુર કરવામાં આવેલ છે. તેમજ
આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી
રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.
સાથે જ પુર્વ પટ્ટીના અલગ અલગ વિસ્તારોમાં વિયર પણ મંજુર કરવામાં આવ્યાં છે તેમ શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આજરોજ પિપલાઈદેવી ગામે કુલ ૪ રસ્તાઓ જેની વહીવટી મંજુરીની રકમ કુલ
૧૫૭ લાખ, ગારખડી ગામે કુલ ૭ રસ્તાઓ જેની વહીવટી મંજુરીની રકમ કુલ ૧૪૧૦ લાખ,નકટ્યાહનવત ગામે કુલ ૫
રસ્તાઓ જેની વહીવટી મંજુરીની રકમ કુલ ૪૯૦ લાખ, જે કુલ ૨૦૫૭ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહર્ત કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, આહવા
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી લતાબેન કનવારે સહિતના જિલ્લા અને
તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, સહિત પંચાયત માર્ગ અને
મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને
ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.



