ડાંગ

જિલ્લામાં આરોગ્ય, સુરક્ષા, ફાયર, શેલ્ટરની સુવિધાઓ સુનિશ્વિત કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ – અધિકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯ : પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને જિલ્લા
સેવા સદનના સભાખંડમાં એક આપાતકાલીન બેઠક યોજી જિલ્લાના સંબંધિત વિભાગોને સાવચેત રહી, કોઇ પણ અનિચ્છનીય
પરિસ્થિતી સમયે તમામ સેવાઓ ઉપલબ્ધ રાખવા સાથે અધિકારી અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાં અંગે સુચના આપી
છે.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ આપાતકાલીન બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની ભૌગોલિક
પરિસ્થિતિને ધ્યાને લઇ, લોકોને ભયભીત ન થવા અંગે સુચના આપવા, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાઇરનની સુવિધાઓ ના હોય
તો, લાઉડ સ્પિકર દ્વારા લોકોને સાચી જાણકારી આપવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.આ સાથે જ જિલ્લાની તમામ PHC,
CHC અને સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ અને દવાઓના જથ્થાની ચકાસણી કરવા,પ્રાઇવેટ હોસ્પિટલનું લિસ્ટ મેળવવા,
ફાયર વિભાગને સચેત રાખવા, ગ્રામ્ય વિસ્તારનું અંતર નક્કી કરવા, તેમજ પ્રાઇવેટ વાહનોની જરૂરિયાત વિશે તપાસ કરી, લોકોને બ્લેક આઉટ
અંગે જાણકારી આપવા જેવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયાએ પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ તાલુકા કક્ષાના અધિકારીઓને ગ્રામ્ય
વિસ્તારોમાં આરોગ્ય, સુરક્ષા વિગેરેની ઉપલબ્ધ સેવાઓની જાણકારી મેળવી લેવા, સુચના આપી હતી. પંચાયત કક્ષાએ લોકોમાં
એક મોકડ્રીલ કરી લોકોને સચેત રહેવા પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી
પગલાં ભરી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા, તેમજ તંત્ર દ્વારા અપાતી
સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી
જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે.
કોઈપણ માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ૦૨૬૩૧-૨૨૦૩૪૭ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!