Uncategorized

અયોધ્યા રામ મંદિરમાં નવ સંવત્સર ઉત્સવના સાત દિવસીય અનુષ્ઠાનનો રંગે ચંગે પ્રારંભ

અયોધ્યા & SS

નવ સંવત્સર પર અયોધ્યાના રામ મંદિરમાં સાત દિવસીય ભવ્ય અનુષ્ઠાન મહોત્સવનો પ્રારંભ થયો છે. તેના મુખ્ય યજમાન રામ મંદિર ટ્રસ્ટના સદસ્ય ડો. અનિલ મિશ્ર તથા તેમના પત્ની ઉષા મિશ્ર છે. મિશ્ર દંપતિ પ્રાણપ્રતિષ્ઠા તથા અન્ય અનુષ્ઠાનોમાં પણ મુખ્ય યજમાન બન્યા હતા.

નવ સંવત્સર ઉત્સવ ઉત્સવમાં વિવિધ અનુષ્ઠાન તથા શ્રીરામ મંત્રના પુજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારની સાથે કરવામાં આવી રહ્યો છે. નવ સંવત્સરના એક દિવસ પૂર્વે અમાવસ્યાના અયોધ્યાના પ્રમુખ મંદિરોના સંત-મહંત તથા સ્થાનિક નાગરિકો રામકોટની પરિક્રમા કરશે તેને સફળ અને ભવ્ય બનાવવા માટે શુક્રવારના સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં સનાતન ધર્મની ધજા ઘેર ઘેર ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડો.મિશ્રએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નવ સંવત્સર પર રામ મંદિરમાં આવીને રામલલ્લાનું પૂજન-અર્ચન કરવું અને સાડા ત્રણ કલાક રામ મંદિરમાં ભ્રમણ, શ્રીરામ યંત્રની સ્થાપના કરવાથી નવ સંવત્સર ઉત્સવની ભવ્યતા વધશે. તૈયારીઓનો ધમધમાટ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!