તાપી જિલ્લાની સિદ્ધિઓમાં તીરંદાજી વધુ એક મોરપીંછ ઉમેરતી દીકરી હેત્વી ચૌધરી
માહિતી બ્યુરો, તાપી અને યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

માહિતી બ્યુરો, તાપી ૧૮ :- “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય…” આ પંક્તિ તાપી જિલ્લાના ઉંચામાળા ગામની દીકરી હેતવી ચૌધરીની સંઘર્ષ અને સફળતાની સફરને સાર્થક કરે છે. તાપીની માટીમાં ઉછરેલી આ દીકરીએ તીરંદાજીમાં એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરીને માત્ર પરિવાર અને તાપી જિલ્લાનું જ નહીં, સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. હવે તેની સફળતામાં વધુ એક ગૌરવભર્યું પ્રકરણ ઉમેરાયું છે, આસામ રાઈફલ્સમાં પસંદગી…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામ (મોવડી ફળિયું) ની દીકરી હેત્વી જે હાલ બોડેલી કોલેજમાં બીજા વર્ષમાં બી.એ નો અભ્યાસ કરી રહી છે. શેઠ ટીસી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતી દીકરીની આર્ચરીમાં હાંસલ કરેલી સિદ્ધિઓ વાત કરતાં પહેલાં તેમના પિતાશ્રી મુકેશભાઈ ચૌધરીની વાત કરીએ તો સ્વભાવે સાદાભોળા અને અનેકવિધ સપનાઓ સાથે અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા મુકેશભાઈ બોડેલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને ક્રિકેટનો પણ શોખ હતો અને તેઓ ક્રિકેટ રમવા જતા.
એક દિવસ મેદાન પર તીરંદાજીની પ્રેક્ટિસ કરી રહેલા કોચ મુકેશભાઈ રાઠવાને જોઈને હેત્વીના મનમાં પણ તીરંદાજી શીખવાની ઈચ્છા જાગી. પિતા અને કોચના પ્રોત્સાહનથી ધોરણ-૬માં અભ્યાસ કરતી હેતવીએ તીરંદાજીની તાલીમ શરૂ કરી અને ત્યારથી શરૂ થયેલી આ સફર આજે તેને દેશની સુરક્ષા સુધી લઈ આવી છે.
બોડેલી ખાતે સતત મહેનત અને પ્રેક્ટિસના પરિણામે હેત્વીએ પોતાની પ્રથમ જ નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ધોરણ-૬ થી ૮ સુધી તેણે બોડેલી કોલેજના મેદાનમાં સતત પ્રેક્ટિસ કરી અને વિવિધ નેશનલ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો..
ત્યારબાદ તેની પસંદગી દલ્સ્સ નડિયાદ આર્ચરી એકેડમીમાં થઈ, જ્યાં તેણે ત્રણ વર્ષ સુધી સઘન તાલીમ મેળવી હતી. આ દરમિયાન ભારતમાં પ્રથમ વખત શરૂ થયેલા નેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ માટે હરિયાણામાં યોજાયેલા સિલેક્શન ટ્રાયલમાં પણ ભાગ લીધો..
હેતવી ટોપ-ફોરમાં પસંદગી પામી અને નવેમ્બર-૨૦૨૧માં યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં ગુજરાતમાંથી પ્રથમ ખેલાડી તરીકે તેની પસંદગી કોલકાતા ખાતેના સેન્ટર માટે થઈ. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી કોલકાતામાં રહીને તેણે ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી હતી.
ખેલો ઈન્ડિયા સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરતા ૨૦૨૩ની નેશનલ રેન્કિંગ એર્ચરી ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ, ૪ ખેલો ઈન્ડિયા NTPC વિમેન્સ અને નેશનલ ટૂર્નામેન્ટમાં ૨૦૨૩-૨૪ ટોપ-૬ માં સ્થાન, અને ફાઈનલ ખેલો ઈન્ડિયા NTPC નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ ૨૦૨૪માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.
કોલકાતા ખાતે હેત્વીને ઓલિમ્પિયન રીના કુમારી પાસેથી તાલીમ મેળવવાની તક મળી હતી. મહેનતના પરિણામે તેણે અનેક રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં મેડલ્સ મેળવ્યા તેમજ નેશનલમાં મેડલ, ઈસ્ટ ઝોનમાં ગોલ્ડ મેડલ, સ્ટેટ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનવા ઉપરાંત સબ-જુનિયર નેશનલમાં ટોપ-૮માં સ્થાન મેળવ્યું હતુ.
તેની પ્રતિભાને ધ્યાનમાં લઈને ઈન્ડિયન આર્ચરી તરફથી તેને દક્ષિણ કોરિયામાં ૧૧ દિવસની વિશેષ આર્ચરી ટ્રેનિંગ માટે પણ મોકલવામાં આવી હતી. આ તાલીમે તેની રમતને નવી ઊંચાઈ આપી. ત્યારબાદ એનટીપીસી નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટમાં સતત ચાર ટુર્નામેન્ટમાં ટોપ-૬માં સ્થાન મેળવ્યું અને ફાઈનલ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. વુમન આર્ચરી ટુર્નામેન્ટની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ તેમજ જુનિયર નેશનલમાં પણ મેડલ મેળવીને હેત્વીએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો હતો.
હવે લક્ષ્ય માત્ર મેડલનું નહીં, માતૃભૂમિની રક્ષાનું પણ
રમતગમતની આ સિદ્ધિઓ બાદ હેત્વી માટે વધુ એક મોટી તક આવી. નેશનલ મેડલિસ્ટ ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્વોટામાં આસામ રાઈફલ્સમાં તેની પસંદગી થઈ છે. જે સપ્ટેમ્બર ૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયામાં આસામ રાઇફલ સાથે જોડાશે.
હેતવી પોતાના આ નવા પડાવ અંગે ગૌરવભેર કહે છે, મને ખૂબ ગર્વ થયો છે. અત્યાર સુધી હું રમતના મેદાનમાં દેશનું નામ રોશન કરવા માટે રમતી હતી. હવે દેશ માટે લડવાની અન…




