અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડયું
S.S.SABHAR. & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

નવી દિલ્હીઃ
નીટ પરિક્ષા પેપર લીકના મામલે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે છેડેલા આંદોલનમાં છાત્ર-શક્તિનો ભવ્ય વિજય થયો છે.
આજે આંદોલનકારીઓ સાથે બેઠકના પુર્વે જ ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપતા છેલ્લા 30થી વધુ દિવસથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે તથા જંતરમંતરથી દેશભરમાં છાત્રોએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે.
આ આંદોલનના પ્રણેતા તથા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે હજારો છાત્રો- તથા યુવાઓનો આ વિજય ગણાવ્યો હતો તથા જાહેર કર્યુ કે આપણે કરી દેખાડયું છે.
હજું નીટ- પેપરલીકના પગલે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના પરિવારને રૂા.1 કરોડનું વળતર તથા આંદોલન સંબંધી જે કેસ થયા છે તે પાછા ખેચવાની માંગણી યથાવત હોવાનું જાહેર કરતા જણાવ્યું કે અમો કોકરોચ છીએ તાત્કાલીક જશુ નહી.
આ પુર્વે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશ્યલ મીડીયા પર તેમના રાજીનામા પત્ર પોસ્ટ કર્યા હતા તથા કહ્યું હતું કે હું દેશના યુવાઓનું સન્માન કરૂ છું અને અમારી પ્રાથમીકતા હંમેશા છાત્રોના હિતો રહ્યા છે.
તેઓએ પોતાના રાજીનામામાં વ્યાપક રીતે છણાવટ કરી છે. કેન્દ્રમાં 12 વર્ષમાં શાસન ચલાવી રહેલી મોદી સરકારમાં જન આંદોલનના કારણે કોઈ મંત્રીને રાજીનામું આપવું પડયું હોય તેથી આ પ્રથમ ઘટના છે. છેલ્લે સુધી સરકારે પ્રધાનનું રાજીનામુ નહી લેવાય તેવુ મકકમ વલણ અપનાવ્યુ હતું.
સંસદમાં પણ વિપક્ષની આ માંગણીને દાદ નહી આપવાનું વલણ અપનાવ્યું હતું. ગત સોમવારથી સંસદના ચોમાસુ સત્રના પ્રારંભથીજ વિપક્ષોએ કોકરોચ આંદોલન સાથે એકતા દર્શાવી હતી તથા જયાં સુધી શિક્ષણમંત્રી રાજીનામુ ન આપે ત્યાં સુધી સંસદ ચાલવા દેવાશે નહી તેવું મકકમ વલણ અપનાવ્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં નીટ-પેપર લીક સહિત પરિક્ષા પદ્ધતિને ફુલપ્રુફ બનાવવા માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી પણ કોકરોચ જનતા પાર્ટીએ પ્રધાનના રાજીનામા સિવાય કંઈ ઓછું સ્વીકાર્ય નથી તેવું મકકમ વલણ અપનાવ્યુ હતું.
આ મુદે જંતર મંતરનું આંદોલન પણ મકકમપણે આગળ વધતુ હતું તેની સરકાર માટે પણ હવે નિર્ણય લેવો જરૂરી બની ગયો હતો તથા આજે અંતે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ વડાપ્રધાનને મોકલી સમગ્ર પરીસ્થિતિ થાળે પડી જાય તે નિશ્ચિત કરવા પ્રયાસો કર્યા છે. આ અગાઉ બે દિવસ પુર્વે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં જોડાઈ ઉપવાસ પર ઉતર્યા હતા અને બે દિવસ પુર્વે જ તેનો અંત લાવ્યો હતો.
રાજીનામું આપવાનો નિર્ણય વ્યકિતગત : સરકારનું હજુ મૌન
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના પગલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી આજે ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાથી મોદી સરકારને રાહત થઇ હશે. આજે જ કોકરોચ જનતા પાર્ટી સાથે બે કેન્દ્રીય મંત્રીઓની બેઠક યોજાવાની હતી અને તે પૂર્વે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ આવી જતા હવે આગામી સમયના વ્યુહ અંગે નજર છે.
બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ રાજીનામુ આપવાનો નિર્ણય ધર્મેન્દ્ર પ્રધાનનો હતો અને તેઓએ સરકારને કોઇ સંકોચમાંથી ઉગારવા પોતાનું રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીના રાજીનામા અંગે હજુ સુધી કોઇ સત્તાવાર સરકારી પ્રતિભાવ આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંતલત કર્યા બાદ જ પોતાનું રાજીનામાની જાહેરાત કરી છે. અને વડાપ્રધાનને મોકલી આપ્યું છે.
જંતર મંતર પર ઉજવણીનો માહોલ : અભિજીત દિપકે હિરો બની ગયા
કેન્દ્રીય મંત્રીપદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ જંતર મંતર પર જબરો ઉજવણીનો માહોલ છવાઇ ગયો છે અને અત્યાર સુધી છાવણીમાં જે તનાવનું વાતાવરણ હતું તે અત્યંત બદલાઇ ગયું છે અને અભિજીત દિપકેને ખભ્ભે ચડાવીને નારાબાજી થઇ હતી તથા રાજીનામાને યુવા શકિતના વિજય તરીકે ગણાવાયું છે.



