સુબીર તાલુકાના આમસરપાડા ગામે સતત વરસાદથી ઘર ધરાશાયી થતાં પીડિત વૃદ્ધાની મુલાકાતે પહોંચયા
રિપોર્ટર:- શિવાજી કવર

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત અને અવિરત વરસાદના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી છે. વરસાદના કારણે સુબીર તાલુકાના આમસરપડા ગામના રહીશ મેનુબેન માંગ્યાભાઈ દેસાઈ (ઉંમર વર્ષ: ૬૦) નું કાચું મકાન અચાનક પડી જતાં મોટું નુકસાન થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને પ્રભાવિત મેનુબેનની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પીડિત વૃદ્ધાની આશ્વાસન પૂરું પાડી, હાલ પૂરતી ઘરવખરી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ધરાવતી રાહત કિટ અર્પણ કરી હતી.
વધુમાં, જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીતે સંબંધિત તંત્ર સાથે વાતચીત કરીને સરકાર તરફથી મકાન નુકસાનીનું વળતર અને અન્ય શક્ય તમામ મદદ ઝડપથી મળે તેવી ખાતરી આપતાં જણાવ્યુ હતું કે, “કુદરતી આપદાના સમયે ભાજપ સંગઠન અને સરકાર ડાંગના છેવાડાના માનવીની સાથે અડીખમ ઊભી છે.”
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની સાથે:
બુધુભાઈ કામડી (જિલ્લા મહામંત્રી)
સંજયભાઈ પવાર (સુબીર તાલુકા પંચાયત પ્રમુખ)
વિનેશભાઈ ગાવિત (સુબીર મંડળ પ્રમુખ)
સહિતના સ્થાનિક હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પીડિત પરિવારને હિંમત આપી હતી.




