લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા ધરમપુર તાલુકાના ગુંદીયા પ્રાથમિક શાળા તેમજ સાડદવેરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’ યોજાયો: મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોએ વિનામૂલ્યે સેવાનો લાભ લીધો.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ નવસારી/વલસાડ

લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગુંદીયા ગામની પ્રાથમિક શાળા તેમજ સાદડવેરા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે એક ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.જિજ્ઞા ગરાસિયા,ડો.દિલીપભાઈ વલ્લરી,ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.રિતેશ પટેલ,હસમુખ પટેલ,ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ,આંખના નિષ્ણાત ડો.ઉષા હેરન્જલ,પેથોલોજિસ્ટ ડો.નીતિન પટેલડો.પ્રજ્ઞેશ પાનેરીયાના માર્ગદર્શન હેઠળ ડેન્ટિસ્ટ ડો.કૃણાલ ચૌધરી,ઓપ્થેલમોલોજીસ્ટ ડો.ઉષાબેન હેરાન્જલના ઓપ્ટોમેટ્રિસ્ટ જેવા અનુભવી તબીબોની ટીમ દ્વારા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે તબીબી સેવાઓ અને દવાઓ તેમજ પરામર્શ પૂરો પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત,કેમ્પની વિશેષતા એ રહી હતી કે શરૂઆતમાં આવેલા પ્રથમ ૧૦૦ દર્દીઓને આંખના નંબરના ચશ્માનું લાયન્સ ક્લબ તરફથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામીણ વિસ્તારના અનેક દર્દીઓએ ઉત્સાહભેર આ કેમ્પનો લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લના પ્રમુખ લાયન પ્રેમલ ચૌહાણ,સેક્રેટરી લાયન ડો.જીજ્ઞા ગરાસીયા, અને ખજાનચી લાયન ભારત દેસાઈ,શાંતિલાલભાઈ સહિત ક્લબના અન્ય સભ્યો,ફાર્માસિસ્ટ હેત પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ વિદ્યાસેતુના 20 જેટલાં અનાથ બાળકોના પાલક પરેશ પરમાર,શાંતુભાઈ ગાંવિત, મુકેશ જાદવ,સુભાષ વેંજલ,અજય મોંડીયા,દયા માહલા,શરદ ભોયા,રોહિત શાનકર,હરેશ વાઘેરા,મહેશભાઈ ગાંવિત સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમા સ્થાનિક ગ્રામજનો તેમજ કેજીબીવી છાત્રાલયના નાનકડા ભૂલકાઓએ તબીબો અને આયોજકોની આ માનવતાવાદી કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નાનકડી બાળઓએ ખુબ જ લાગણીપૂર્વક તબીબોને પાછા આવજો એમ કહીને ભાવપૂર્વક વિદાય આપી હતી.




