ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; રાજ્યમાં તા.12 થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી થશે.
યંગ ગુજરાત ન્યૂઝ એન્ડ ડિજીટલ ગાંધીનગર

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; રાજ્યમાં તા.12 થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી થશે… ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની પત્રકાર પરિષદ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં, રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આગામી તા.15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સહિત મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. 2,300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. 12 થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.🔹 આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બૂથ’ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે…




