Valsad

બિરસા મુંડા 150 ને જન્મ જયંતી ના દિવસે જનજાતીય ગૌરવ સપ્તાહ વચ્ચે આદિવાસી અધિકારોનો મુદ્દો ગરમાયો

યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ નાનાપોંડા | કીર્તિ પટેલ

નાનાપોંડા ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી 15 નવેમ્બરે ધરણા પ્રદર્શન અને નાયબ મુખ્યમંત્રીના ઘેરાવની ચીમકી

નાનાપોંડા | કીર્તિ પટેલ

જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી વચ્ચે વલસાડ જિલ્લાના નાનાપોંડા ખાતે આદિવાસી સમાજના હક અને અધિકારોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારોમાં નવા નિયમો અને હુકમો જાહેર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

નાનાપોંડા તાલુકા કોંગ્રેસ સમિતિ તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ હરેશભાઈ ઉત્તમભાઈ પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આદિવાસી સમાજના બંધારણીય અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની તેમજ આદિવાસી વિરોધી ગણાતા નિયમો અને હુકમો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આઝાદીનાં 79 વર્ષ બાદ પણ આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક તરફ સરકાર ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી કરી રહી છે, તો બીજી તરફ આદિવાસી સમાજને મળેલા કાયદાકીય અને બંધારણીય અધિકારોને અસર કરતા નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા માટે આદિવાસી વિસ્તારોમાં નવા કાયદા અને પ્રોજેક્ટોના માધ્યમથી આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આદિવાસી સમાજના જમીન અધિકારોનું રક્ષણ થાય અને બંધારણીય જોગવાઈઓનું યોગ્ય પાલન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત આદિવાસી સમાજને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પ્રશ્ન પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આગામી 15 નવેમ્બર 2026ના રોજ નાનાપોંડા સ્થિત ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજવાની તૈયારી કરવામાં આવી છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ઘેરાવ કરી કાળી વાવટા સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ કરી છે કે આદિવાસી સમાજના હક અને અધિકારોને લગતા નિર્ણયો અંગે આગામી બે દિવસમાં સ્પષ્ટતા કરવામાં આવે અને અગાઉથી મળેલા બંધારણીય અધિકારોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.

બીજી તરફ, જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન જ કોંગ્રેસે ભાજપ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે જ્યારે ભાજપ સરકારના હોદ્દેદારો દ્વારા 19 નવેમ્બર 2026ના રોજ વાપી ખાતે ‘લોકતંત્ર બચાવો અને અરાજકતા હટાવો’ પદયાત્રા યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે સત્તામાં રહેલી સરકાર કોની સામે લોકતંત્ર બચાવવાની વાત કરી રહી છે તેવો સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે. આમ, જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી વચ્ચે આદિવાસી સમાજના અધિકારો, જમીનના પ્રશ્નો અને જાતિના દાખલાની સમસ્યાઓને લઈને નાનાપોંડા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. હવે કોંગ્રેસના આંદોલન બાદ સરકાર અને મહેસૂલ વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે. વસંતભાઈ બી પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હરેશભાઈ યુ પટેલ નાનાપોન્ડા તાલુકા પ્રમુખ કોંગ્રેસ અશ્વિનભાઈ વી પટેલ મહામંત્રી નાનાપોઢા તાલુકા પિયુષભાઈ નેવરી કોંગ્રેસ કાર્યકર્તા મહેશભાઈ ઓઝર્યા મહામંત્રીકોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને નાયબ મુખ્યમંત્રીનો ઘેરાવા બાબતે ઘેરાવા પૂર્વ તૈયારી કરી રહ્યા છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!