Uncategorized

ભદરપાડા પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનુ નામાકંન કરાવતા ઉપ સચિવ શ્રી પિયુષકુમાર રાજવંશી 

વઘઇ

ભદરપાડા પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનુ નામાકંન કરાવતા ઉપ સચિવ શ્રી પિયુષકુમાર રાજવંશી

બાલવાટીકામા ૧૧ તેમજ ધોરણ ૯ મા ૧૧૧ અને ધોરણ ૧૧ મા ૫૯ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.

સૌ ભણે, સૌ આગળ વધે’ એવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આજરોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ભદરપાડા ગામમાં
રાજ્યના પંચાયત, રૂરલ, હાઉલિંગ અને ડેવલેપમેન્ટ વિભાગના ઉપ સચિવ શ્રી પિયુષકુમાર રાજવંશીએ બાલવાટીકામાં ૧૧
તેમજ ધોરણ ૯ માં ૧૧૧ અને ધોરણ ૧૧ માં ૫૯ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપ સચિવ શ્રી પિયુષકુમાર રાજવંશીએ જણાવ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે.
વિદ્યાર્થીઓએ પોતાનો ધ્યેય નક્કી કરી, શિક્ષણ પ્રત્યે રૂચિ રાખવા સાથે સતત મહેનત કરવી જોઇએ. સાથે શિક્ષકોએ બાળકોના
આંતરિક કૌશલ્યને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવા જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
બાળકોના શિક્ષણમાં શિક્ષકો સાથે વાલીઓનો ઘણો જ મહત્વનો ફાળો રહેલો છે. ત્યારે બાળકોમાં કયા વિષયમાં અભિરુચિ
ધરાવે છે તે જાણી તે તરફ પોતાનું બાળક પ્રેરાય તેમજ શિક્ષણ મેળવે અને બાળકને સાચી દિશા નક્કી કરવામાં મદદરૂપ બનીએ
તેમ વાલીઓને જણાવ્યું હતું.
વાલી મિટીંગ દરમિયાન વાલીઓના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપ સચિવશ્રીએ શાળાના તેજસ્વી તારલાઓ, એકમ કસોટી, વાર્ષિક કસોટી તેમજ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ
પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા તેમજ ટ્રાફિક જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી
હતી. જે બાદ શાળા પટાંગણમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા સદસ્ય શ્રીમતી સવિતાબેન મંગલેશભાઇ ભોયે, તાલુકા સદસ્ય શ્રીમતી સાવિત્રીબેન ગવળી,
કેમ્પસ ડાયરેક્ટર શ્રી કિશોરભાઇ પટેલ તેમજ લાયઝન અધિકારી શ્રીમતી અસ્મિતાબેન બારોટ, શ્રી ઉમેશભાઇ બીરારી સહિત
ગામના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!