જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસ .પી.અને એ.એસ.પી ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો…
રિપોર્ટર.. કરશન. એમ. પરમાર

જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસ .પી.અને એ.એસ.પી ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો…
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી સંજય ખરાટ અને એ.એસ.પી વલય વૈદના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન નું આયોજન કરવામાં આવ્યું
આ આયોજનમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી. બી. ચાવડા સહીત પોલીસ સ્ટાફ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચ શ્રીઓ અને દરેક ગામના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ વિવિધ પોલીસોની કામગીરી વિશે એસપી દ્વારા તપાસ કરાઈ હતી
તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિશે આવતા ટીમ્બી ચેક પોસ્ટ ખાતે પોલીસને રહેવા માટે નવું બિલ્ડીંગ બનાવાય અને પોલીસ સ્ટેશન બનાવાય તેવી ટીમ્બી ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત એસપી સાહેબે સાંભળી ને સરકારશ્રીમાં રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું
તેમ જ નાગેશ્રી પોલીસ સ્ટેશનના નોંધાયેલ એફ આઇ આર વિવિધ ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી સૂચના આપી હતી
રિપોર્ટર.. કરશન પરમાર એમ. અમરેલી