ડોલવણ તાલુકાના કલકવા ગામે “ધરતી આબા જનજાતિયા ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત વિશેષ જનભાગીદારી કેમ્પ યોજાયો
માહિતી બ્યુરો, તાપી

માહિતી બ્યુરો, તાપી
આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે તાપી જિલ્લાના ૩૬૯ ગામોમાં “ધરતી આબા જનજાતિયા ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત વિવિધ સેવાનાં કેમ્પો યોજાઈ રહ્યા છે. આ અનુસંધાને આજે ડોલવણ તાલુકાના કલકવા ગામે વિશેષ જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સરકારના વિવિધ વિભાગોની યોજનકીય માહિતી સાથે વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) હેઠળ કાર્યરત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) અંતર્ગત સ્થળ પર જ ૨૯ લાભાર્થીઓને નવા જોબ કાર્ડો આપવામાં આવ્યા હતા. જેના કારણે ગામના નાગરિકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો અને લાભાર્થીઓએ સરકારશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં ૩૦ જૂનથી ૧૫ જુલાઈ, ૨૦૨૫ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ વિવિધ વિભાગોની સરકારી સેવાનો એકજ સ્થળે લાભ મળે તેવા કેમ્પો યોજાઈ રહ્યા છે.જેમાં મહત્તમ લોકોને લાભ લેવા જિલ્લા વહીવટ તંત્ર નો અનુરોધ છે.
000