ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામની પ્રાથમિક શાળામાં માં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો
ડોલવણ

શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભઆશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ શૃંખલાના ભાગરૂપ આજથી તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવેશોત્સવ તેના ભાગરૂપે ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામની પ્રાથમિક શાળામાં માં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં બાળકોને પ્રવેશ.બાલવાટીકાના તથા આંગણવાડી ના બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં વિવિધ દાતાઓ દ્વારા સ્કુલ બેગ વગેરે વિધાર્થી ઓને આપવામાં આવ્યું હતું. ક્રાયૅકમ ગામના સરપંચ શ્રીમતી છાયાબેન કૌશિકભાઈ ચૌધરી કાર્યક્રમ ના લાયઝન અધિકારી શ્રી નિતેશભાઈ પટેલ.શાળાના આચાર્ય શ્રી . શાળાના શિક્ષકગણ,આંગણવાડીના ક્રાર્યકર બહેનો તથા મોટા સંખ્યા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.ક્રાયૅક્રમને સફળ બનાવવા શાળા ના શિક્ષકોએ ખુબ સરસ મહેનત કરી હતી.ક્રાયૅક્રમનુ સફળ સંચાલન શાળાના શિક્ષક કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી અંકુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.