શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ન્યુટ્રિશન પ્રોગ્રામ ઉજવવાયો.

આજરોજ તારીખ ૨૨/૦૭/૨૦૨૫ મંગળવાર ના દિને શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ માં G.N.M. પ્રથમ વર્ષ અને A.N.M. પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ન્યુટ્રિશન પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શુભ શરૂઆત શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કમલેશસિંહ ઠાકોર સાહેબ અને શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મંત્રી શ્રીમતી નીતાબેન ઠાકોર મેડમ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં શ્રી સત્ય સાંઈ સ્કુલ્સ ના કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ, એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલયના આચાર્ય હર્ષા મેડમ તથા શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલય નો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને કયા ખોરાક માંથી કયા પ્રકારના પોષક તત્વો મળે છે તથા અલગ અલગ રોગ માં કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત ડૉ. કમલેશસિંહ ઠાકોર સાહેબ અને નિતાબેન ઠાકોર મેડમ એ જરૂરી માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યકર દિશાંત ઠાકોર સાહેબ અને ટીમસી મેડમ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ના આચાર્ય દામિની મેડમ, સમગ્ર નર્સિંગ સ્ટાફ થતા દરેક વિદ્યાર્થીએ ખુબ જ મહેનત કરી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.