નવસારી આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા મહાબચત બેન્કના સભાસદોને દિવાળી નિમિત્તે 5.56 લાખની ધનરાશિનું વિતરણ.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમનવસારી

2022-23 થી આદિવાસી સમાજના ગરીબ અને છેવાડાના માનવીની ભલાઈ માટે શરૂ કરવામાં આવેલ આદિવાસી બચત બેંક દ્વારા નવસારી ઢોડિયા સમાજ ભવન ખાતે કારોબારી સભા યોજાયેલ જેમાં 42 સભાસદો વચ્ચે 5.56 લાખની ધનરાશિનું વિતરણ કરવામાં આવેલ હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને નવસારી જિલ્લા હળપતિ સમાજ પ્રમુખશ્રી ડો.ચેતન પટેલ,ઢોડિયા સમાજના આગેવાન હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે ખુબ જ ઉમદા હેતુથી શરુ કરવામાં આ બેંકમાં આવતા વ્યાજનો ઉપયોગ જનસેવા માટે તેમજ મુદ્દલનો ઉપયોગ દિવાળી પર પરિવારને સધીયારો મળી રહે તે હેતુથી લોકો દર મહિને 1000-2000 પોતપોતાની ક્ષમતા અનુસાર જમા કરાવતા હોય છે.ઉપરાંત સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગના ગરીબ બાળકો માટે 2000 ચપ્પલ અને સાડી કપડાં આપવાનો નિર્ણય લીધો છે જે ખુબ જ સરાહનીય છે.હર્ષદભાઈએ ચપ્પલ ખરીદવા 10000 રૂપિયાની સહાય કરી હતી.બચત સમિતિના સભ્યો શૈલેષભાઇ,કમલેશભાઈ,ધર્મેશભાઈ,અરવિંદભાઈ,કૃણાલભાઈ,મેહુલભાઈ,રાકેશભાઈ,કેતનભાઈ સહિતના આદિવાસી જનજાગૃતિના સભ્યોએ છેલ્લા 3 વર્ષથી કોઈપણ વિવાદ વગર ખુબ જ સુંદર કામગીરી રહ્યા છે તે બદલ સભાસદોએ આગેવાનોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.