સુરત જિલ્લાના અરેઠના પાતલ ગામે ટીસી બળી જવાથી ખેડૂતને નુકસાનની ભીતિ – શેરડીનો પાક સુકાવાના આરે
કિરણ ચૌધરી બ્યુરો ચીફ યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ માંડવી(સુરત)

સુરત જિલ્લાના અરેઠના પાતલ ગામે ટીસી બળી જવાથી ખેડૂતને નુકસાનની ભીતિ – શેરડીનો પાક સુકાવાના આરે
અરેઠ તાલુકાના પાતલ ગામના હોળી ફળિયા વિસ્તારમાં ખેડૂત વસાવા નવીનભાઈ બાબરભાઈને ટીસી (ટ્રાન્સફોર્મર)
બળી જવાથી સમયસર સિંચાઈ ન મળતા શેરડીના ઊભેલા પાકને ગંભીર નુકસાન થવાની આશંકા ઊભી થઈ છે.ખેડૂતના જણાવ્યા મુજબ,અરેઠ ડિવિઝનના વિજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં “ટીસી મળશે ત્યારે ફિટ કરીશું” એવો જ આશ્વાસનભર્યો પણ અસ્પષ્ટ જવાબ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે.બાબરભાઈ લલ્લુભાઈ ગામિતના ખેતી વિસ્તારના વીજપોલ પરનો ટ્રાન્સફોર્મર લગભગ 20 દિવસ પહેલા બળી ગયો હતો. ત્યારથી અત્યારે
સુધી નવો ટીસી લગાવવામાં આવ્યો નથી, જેના પરિણામે આશરે 10 વિઘામાં ઊભેલો શેરડીનો પાક પૂરતા પાણીના અભાવે સુકાઈ જવાની કગર પર છે.સ્થાનિક ખેડૂતો દ્વારા વિજતંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક નવો ટ્રાન્સફોર્મર ફિટ કરવાની માંગ ઉઠી છે, જેથી પાકને થતા મોટા નુકસાનને અટકાવી શકાય.
શેરડીના પાક માટે લોન લઈને ૧૦ વિધા ખેતરેમાં વાવેતર
કર્યું છે જે હવે પાણીના અભાવે સુકાઈ જશે તો મને મોટું નુકશાન થશે વીજતંત્ર આ બાબતે વહેલી તકે ઉકેલ લાવે તેવી મારી માંગ છે
-વસાવા નવીન ભાઈ બાબર ખેડૂત
