ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો : –
ડાંગ માહિતી બ્યુરો આહવા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સાકરપાતળ,
નાની દાબદર અને બોરીગાવઠા ખાતે શાળાના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો :મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના સરકારશ્રીના અભિગમ સાથે બની રહેલ શાળાઓના અધ્યતન મકાનોનું લોકાર્પણ
કરાયું :
–
આહવા: તા: ૦૫ : આજરોજ ગુજરાત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ આર.પટેલના વરદ હસ્તે સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાંધકામ પૂર્ણ થયેલ નાની દાબદર ઉચ્ચતર પ્રાથમિક શાળા, સાકર પાતળ ઉચ્ચતર પ્રાથમિક શાળા અને બોરીગાવઠા ઉચ્ચતર પ્રાથમિક શાળાના નવ નિર્મિત શાળા મકાનોનું લોકાર્પણ અને તખ્તી અનાવરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના બાળકોમાં ખુબ જ પ્રતિભાઓ છે જેને ખીલવી અને
વિકસાવવા માટે આ અદ્યતન ભૌતિક સુવિધાઓ યુક્ત શાળાના મકાનો અગત્યની ભૂમિકા રૂપ સાબિત થશે. સાથે જ વાલીઓને
અપિલ કરતાં જણાવ્યું હતું કે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે માટે તેઓ પણ પોતાના બાળકો ઉપર ખાસ ધ્યાન આપે
તે જરૂરી છે. વધુમાં વિદ્યાર્થીઓને ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તમામ પ્રકારના પ્રયાશો હાથ ધરવામાં આવશે.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના સરકારશ્રીના અભિગમ સાથે બની રહેલ શાળાઓના અધ્યતન મકાનો પૈકી ઉપરોક્ત ત્રણેય
મકાનો અનુક્રમે નાની દાબદર ૫૨ લાખ, સાકરપાતળ ૧ કરોડ ૬૦ લાખ બોરીગાવઠા ૧ કરોડ ૬૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં
આવ્યા છે. શાળાના આ મકાનોમાં સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ વીજળી ઇનબિલ્ટ સેનિટેશન અને લાઈટ પંખા જેવી ભૌતિક
સગવડો થી સુસજ્જ છે.આ પ્રસંગે ચેરમેનશ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ શ્રીમતી બીબીબેન આર ચૌધરી, વઘઇ તાલુકાના તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવીત, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવીત, દરેક ગામના સરપંચશ્રીઓ, એસ.એમ.સી અધ્યક્ષશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ વાલીઓ શિક્ષકોને બાળકો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમમાં લાયઝન અધિકારી તરીકે ડાંગના ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઇ દેશમુખે
જવાબદારી નિભાવી હતી.



