
રેગામા ખાતે જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થિનીઓએ હસ્તકલાથી મોહિત કર્યા
રેગામામાં જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન – ૨૦૨૬ ભવ્ય રીતે સંપન્ન
સમગ્ર શિક્ષા ગાંધીનગર તથા જિલ્લા પ્રોજેક્ટ કચેરી–સુરત દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન – વર્ષ ૨૦૨૬ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, રેગામા તા. માંડવી, જિ. સુરતખાતે સફળતાપૂર્વક યોજાયું હતું.આ કૌશલ્ય પ્રદર્શનમાં કેજીબીવી રેગામા, કેજીબીવી બિલવણ તથા કેજીબીવી આમલી દાભડાની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાનો અદ્ભુત પરિચય આપ્યો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા, કલાત્મક અને કૌશલ્ય આધારિત આકર્ષક નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રેગામા ગામના સરપંચ ચિરાગ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું તેમજ આવા કૌશલ્ય આધારિત કાર્યક્રમો વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભરતા અને વ્યક્તિત્વ ઘડતર માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.



