ધરમપુર તાલુકાના ગનવા ગામે યુવાધન ક્રિકેટ ગ્રાઉન્ડનું ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને શૈલેષ દેશમુખ દ્વારા ઉદ્ઘાટન.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ધરમપુર

ક્રિકેટના માધ્યમથી વધેલી એકતાનો ઉપયોગ દેશ અને સમાજના વિકાસ માટે કરવો ખુબ જ જરૂરી છે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
ધરમપુર જંગલ વિસ્તારના આંતરિયાળ ગામ દિનેશ,કલ્પેશ,અજય સહિતના અનેક યુવાનોથી બનેલા યુવાધન ગ્રુપ દ્વારા ગનવા ખાતે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને આંબોસી ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચપદના ઉમેદવાર શૈલેષ દેશમુખ,વિષ્ણુ ગાંવિત,સુરેશભાઈ સહરિયા, શીવાભાઈ ગાંવિત,કાર્તિક,કૃણાલ ભોયા,રાજેશ રાઉત અને ગામના વડીલોના હસ્તે કરવામાં આવ્યું.આ તબક્કે 8 દિવસ સુધી ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટમા 48 જેટલી ટીમોએ ભાગ લીધો છે.આ તબક્કે ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગામના બાળકો,યુવાનો,વડીલોને દિવાળીની મીઠાઈઓ ખવડાવીને મોઢું મીઠુ કર્યું હતું અને ઓછા નેટવર્કની અને શાળા,રસ્તા અને પાણીની સમસ્યાઓનું ત્વરિત નિવારણ માટે સરકારને અનુરોધ કર્યો હતો.

