માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવતાં ઇસમની ધરપકડ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ
કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ બ્યુરો ચીફ માંડવી (સુરત)

તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર ફરીયાદી બેન નાઓના પતિની સારવાર આ કામના આરોપી અંકીત રામજીભાઈ ચૌધરી રહે.લાખગામ નાઓની માંડવી ખાતે આવેલ ન્યુ લાઇફ ક્લીનીકમાં કરાવેલ તે દરમ્યાન આ કામના આરોપી સાથે ફરિયાદીબેનને ઓળખાણ થતા આરોપી દ્વારા ફરિયાદીબેનને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ ધર્મ પરિવર્તન કરાવી પોતાના ક્લીનીકમાં જ આવાર-નવાર શરીર સંબંધ બાંધેલ. બાદમાં આરોપી દ્વારા ફરિયાદીને દબાણ કરવામાં આવેલ કે તારૂ આખુ પરિવાર ધર્મ પરિવર્તન કરશે તોજ તને અને તારી દિકરીને અપનાવીશ અને લગ્ન કરીશ જેથી ફરિયાદીબેન તથા તેના પરિવાર દ્વારા ના પાડી દેતાં આરોપી દ્વારા ફરિયાદીને તરછોડી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ જે અનુસંધાને માંડવી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૨૨૫ ૦૫૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૬૯, ૩૫૧(૩) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમ્યાન આ કામે ફરીયાદીશ્રી નાઓએ આ કામના આરોપીના પિતાએ તથા અન્ય આરોપીઓએ ફરિયાદીબેનને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા બાબતે દબાણ કરી લલચાવી અને ધર્મ પરિવર્તન કરાવેલ બાબતની રજુઆત કરી પુરાવા રજુ કરતાં જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી માંગરોલ ડીવીઝન નાઓ તરફથી કરવામાં આવેલ જે તપાસ દરમ્યાન ફરિયાદી દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મુજબની હકિકતને સમર્થન કરતાં પુરાવા મળતાં આ કામના આરોપી રામજીભાઇ દુબલભાઇ ચૌધરી ઉ.વ.૫૬ રહે.લાખગામ તા.માંડવી જેઓ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નોકરી કરે છે અને ખ્રિસ્તી ધર્મમાં પાસ્ટર તરીકેની કામગીરી કરે છે. અને પોતે તથા ટ્રસ્ટના અન્ય સભ્યો દ્વારા ધી પ્રે ફોર એવરલાસ્ટીંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે જે ટ્રસ્ટ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરે છે આરોપી તથા તેના મળતીયા દ્વારા સુઆયોજિત રીતે ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી ફોસલાવી અભાવ ઉત્પન કરી યેનકેન પ્રકારે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ જેથી આરોપીની ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૬૯, ૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ ૨૦૨૧ ની કલમ-૪(૧), ૪(૨) (ક) (ખ), ૪(ગ) (૧) મુજબના કામે તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ ધોરણસર ધરપકડ કરી નામદાર કોર્ટમાં ઉપરોક્ત દાખલ થયેલ ગુનાના કામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ ૨૦૨૧ ની કલમ-૪(૧), ૪(૨)(ક)(ખ), ૪(ગ) (૧)
મુજબની કલમોનો ઉમેરો કરી સદરી આરોપી વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અગાઉ આરોપી ડોકટર અંકીત રામજીભાઇ ચૌધરી (પુત્ર) ન્યુ લાઇફ કલીનીક માંડવી રહે લાખગામ તા. માંડવી જિ. સુરતનાઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આરોપીઓ વિરૂધ્ધ વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી તેમજ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
૧) ડોકટર અંકીત રામજીભાઇ ચૌધરી (પુત્ર) ન્યુ લાઇફ કલીનીક માંડવી તથા ઝંખવાવ રહે લાખગામ
તા. માંડવી (ધરપકડ તા. ૦૬/૦૬/૨૦૨૫ કલાક ૧૮/૩૦ વાગ્યે)
૨) રામજીભાઇ દુબલભાઇ ચૌધરી રહે-લાખગામ, ભાગા ફળિયુ તા-માંડવી, જી.સુરત
(ધરપકડ તા. ૧૧/૧૨/૨૦૨૫ કલાક ૧૯/૩૦ વાગ્યે) જેઓ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નોકરી કરે છે અને ખ્રિસ્તી ધર્મમાં પાસ્ટર અને ધી પ્રે ફોર એવરલાસ્ટીંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે.
ઉપરોક્ત પ્રસંશનીય કામગીરી માંગરોલ ડીવીઝન તથા માંડવી પોલીસ સ્ટેશનના નીચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત ટીમવર્ક દ્વારા કરેલ છે.
» શ્રી બી.કે.વનાર સાહેબ, વિભાગીય પોલીસ અધિક્ષક, માંગરોળ ડીવીઝન
» શ્રી સી.બી.ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર માંડવી પોલીસ સ્ટેશન
» શ્રી દેવેંદ્રભાઇ વનરાજભાઇ ચૌધરી હે.કો. માંગરોળ ડીવીઝન



