વાંસદાના ભીનારના લીરીલચંદ્ર પટેલની જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ (વાંસદા) નવસારી

પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા સંગઠનમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. જેમાં વાંસદા તાલુકાના જાણીતા આગેવાન લીરીલચંદ્ર પટેલને નવસારી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી તથા પ્રદેશ ભાજપના મહામંત્રી ડો.પ્રશાંત કોરાટએ નવસારી જિલ્લા ભાજપને લીરીચંદ્રને જિલ્લા ભાજપ સંગઠન ના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે
લીરિલચંદ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી વિદ્યાલય પ્રમુખ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેઓ પરમ પૂજ્ય મોરારીબાપુની સોનગઢ ખાતે યોજાયેલ રામકથામાં નવસર્જન સંયોજક તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉનાઈ વિધાનસભા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પણ તેઓએ સંગઠનની કામગીરી કરેલી છે
તેમની જિલ્લા ઉપ પ્રમુખ તરીકે નિમણૂક થતા વાંસદા તાલુકા સહિત સમગ્ર નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ છે જેમાં જિલ્લા સંગઠન ના નવનિયુક્ત જિલ્લા ઉપ પ્રમુખ લીરિલચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, “પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. સંગઠનને વધુ મજબૂત બનાવી, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરીશ.
આ નિમણૂકને પગલે જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો અને તાલુકા ભાજપના આગેવાનોએ લીરિલચંદ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી


