નવસારી

વાંસદા નગરમાં વટ સાવિત્રી વ્રત ઉજવાયું, મહિલાઓએ કરી પૂજા: અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરી

સુહાગિની મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી આ પવિત્ર અવસરે મહિલાઓએ સોળ શણગાર સજી, વડના વૃક્ષ પાસે વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તેમણે વડના વૃક્ષને કાચા સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી, વટ સાવિત્રીની કથા શ્રવણ કરી હતી
મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ તથા અખંડ સૌભાગ્ય માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં પતિ-પત્નીના અતૂટ સંબંધ, સમર્પણ અને પારિવારિક સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
મહિલાઓએ એકબીજાને વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ પાઠવી અને પરંપરાગત રીત-રિવાજો અનુસાર વ્રતનું પાલન કર્યું હતું. આ પર્વ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!