શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કુકરી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ (વાંસદા) નવસારી

આજ રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કુકરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રસોઈ કૌશલ્ય, સ્વચ્છતા, પોષણ અંગેની સમજણ તથા સર્જનાત્મકતાનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કમલેશસિંહ ઠાકોર સાહેબના શુભ હસ્તે કરવામાં આવી. ત્યારબાદ વિવિધ સ્પર્ધકોએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી. દરેક સ્પર્ધકે વ્યક્તિગત સ્વચ્છતા, સામગ્રીની યોગ્ય તૈયારી, રસોઈ બનાવવાની પદ્ધતિ, પ્લેટિંગ, પ્રેઝન્ટેશન અને કાર્યસ્થળની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપ્યું. નિર્ણાયકો દ્વારા સ્વાદ, પોષણમૂલ્ય, પ્રસ્તુતિ, સર્જનાત્મકતા અને સ્વચ્છતાના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સમાપન આભારવિધિ સાથે થયું. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો અને ઉપસ્થિત સૌએ તેની પ્રશંસા કરી.


