સુરત

માંડવી ખાતે સુમુલ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સંપન્ન, મતગણતરી 17 જુલાઈએ

કિરણ ચૌધરી (બ્યુરો માંડવી) યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે આજે સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ હતી. માંડવી તાલુકાના કુલ 129 સભાસદોમાંથી સાંજે 3 વાગ્યા સુધી 128 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે એક મતદારની રાહ જોવાઈ હતી, જેના કારણે ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન નોંધાયું હતું.

આ ચૂંટણીમાં માંડવી બેઠક માટે ભાજપ સમર્થિત ઉમેદવાર રેશાભાઈ વસાભાઈ ચૌધરી અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર રાકેશભાઈ મંગાભાઈ ચૌધરી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ચૂંટણી દરમિયાન ભાજપના સુરત જિલ્લા મહામંત્રી રોહિતભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણેશ ગામીત, મઢી સુગરના ડિરેક્ટર દિનેશભાઈ, માંડવી સંગઠનના વિવિધ પદાધિકારીઓ, જગદીશભાઈ પારેખ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી દરમિયાન શાંત, સરળ અને સૌને સાથે લઈને ચાલવાના સ્વભાવ માટે જાણીતા રેશાભાઈ ચૌધરીને મતદારોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે. સમર્થકોમાં તેઓ સતત ત્રીજી વખત (હેટ્રિક) વિજય મેળવશે તેવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જોકે, ચૂંટણીનું અંતિમ પરિણામ હજુ જાહેર થયું નથી. મતગણતરી 17-07-2026ના રોજ યોજાશે, ત્યારબાદ જ વિજેતા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

માંડવી ખાતે સુમુલ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સંપન્ન, શાંત અને સરળ સ્વભાવના રેશાભાઈ ચૌધરી હેટ્રિક તરફ વિજયકૂચ નિશ્ચિત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!