ડાંગ: વિવિધ પડતર પ્રશ્નોને લઈ વન કર્મચારીઓ આકરા પાણીએ, કાળાં કપડાં પહેરી આહવા સેવાધામ ખાતે યોજી ચિંતન શિબિર
શિવાજી કવર (આહવા બ્યુરો)

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવામાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓની ચિંતન શિબિર સેવાધામ ખાતે યોજાઈ હતી. આ શિબિરમાં ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના અને જિલ્લાકક્ષાના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ સાથે કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.ચિંતન શિબિર દરમિયાન કર્મચારીઓએ ખાખી પેન્ટ સાથે કાળા શર્ટ અને ટી-શર્ટ પહેરીને પોતાની નારાજગી વ્યક્ત કરી
હતી. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ ન આવતાં કર્મચારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. શિબિરમાં કર્મચારીઓએ પોતાના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને આગામી સમયમાં આંદોલનને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટેની રણનીતિ ઘડી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ ‘દરખાસ્ત નહીં,ભથ્થું આપો’ અને ‘વાયદા નહીં, રજા પગાર આપો જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માંગણીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોર્યું હતું. કર્મચારીઓએ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા તેમજ અગાઉ અપાયેલા વચનોનો અમલ કરવાની માંગણી કરી હતી. આહવામા સેવાધામ ખાતે યોજાયેલી આ ચિંતન શિબિર દ્વારા ડાંગ જિલ્લાના વનરક્ષક—વનપાલ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે એકતા દર્શાવી હતી. હવે કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે વન વિભાગનું તંત્ર કેવાં પગલાં ભરે છે




