તીઘરા ગામે ગ્રામજનો અને આગેવાનો દ્વારા દશેરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ નવસારી

બહારનો રાવણ સળગાવતા પહેલા દરેકે પોતાની અંદરનો રાવણ મારવો એટલો જ જરૂરી છે-ડો.નિરવ ભુલાભાઇ પટેલt.
વલસાડ તાલુકાના તીઘરા ગામમાં વિજ્યા દસમી નિમિતે રાવણદહન અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન અને યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે ઉપસ્થિત રહી રાવણદહન કર્યું હતું.નાના બાળકો માટે યોજાયેલ વેશભૂષા સ્પર્ધામા
કૃપાલ એચ પટેલ,હેની એસ પટેલ એ પ્રથમ ક્રમ અને
નીલ આર પટેલ,શ્રેયા એ પટેલ એ દ્વિતીય ક્રમ તેમજ ગરબા ડાન્સમાં
શ્રેયા જે પટેલ,વિર્જલા જે પટેલ વિજેતા બન્યા હતા.આ પ્રસંગે આયોજકો નયન,ભાવેશ,મુન્નુ અને ટીમ દ્વારા જોરદાર આયોજન બદલ આગેવાનો મુકેશ તીઘરા,માજી સરપંચ છનાભાઇ પટેલ,ચોબડીયા સરપંચ નયનભાઈ,જનકભાઈ પટેલ,મુકેશભાઈ,હિરેનભાઈ,કિરણભાઈ,સવિતાબેન,કાર્તિક,મહેશભાઈ,ચંપકભાઈ,પ્રવીણભાઈ,ધર્મેશભાઈ,નાનુભાઈ આહીર,નટુભાઈ આહીર,નીતિનભાઈ,સહિતનાઓએ ખુબ જ પ્રશંશા કરી હતી.




