સુરત

અરેઠનાં તડકેશ્વર ગામની જીલ્લા કલેક્ટરે મુલાકાત લીધી.

કિરણ ચૌધરી બ્યુરો સુરત.યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

અરેઠનાં તડકેશ્વર ગામની જીલ્લા કલેક્ટરે મુલાકાત લીધી
——————————————
——————————————
તડકેશ્વર ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન, શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ
——————————————
અરેઠ તાલુકાનાં તડકેશ્વર ગામે આજ રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ગ્રામ પંચાયત કચેરીએ કલેક્ટરની આગેવીનીમાં બેઠક મળી હતી અને અન્ય જગ્યાની મુલાકાત લઇ ચર્ચાઓ કરાય હતી,
અરેઠનાં તડકેશ્વર ગામે જીલ્લા કલેક્ટર તેજશ પરમારે મુલાકાત લઇને ગામની વસ્તીની અને સોલાર કંપની તથા અન્ય કંપનીઓ તથા કંપનીમાં મળતો રોજ પગાર તથા પશુપાલનમાં થતો ખર્ચ અને મળતો નફો તથા સિંચાઈ માટેનું અને પીવાનું પાણી, જીએમડીસી ગામની જમીન સંપાદન કરે એ આપવાની નથી, સરકારી આવાસ તમામ સમાજનાં લોકોને મળે, સરકારી પડતલ જગ્યાને ગામતરમાં નીમ કરવી, અને ગામમાં મળતી વિજળી તથા હાઈટેનશન લાઈન ખેતરમાંથી પસાર થયેલ જેનું વળતર મળેલ નથી તથા ખેતી માટે એગ્રીકલ્ચર વિંજ સિંગલ ફ્રેશ ૨૪ કલાક આપવી તથા ધબકારનાં પત્રકાર ધ્વારા સસ્તા અનાજની દુકાન ઉપર કુપનથી ઓછું અનાજ આપતાં હોવાની રજુઆત કરાય હતી અને પંચાયત દફતરે જન્મ મરણ નોંધણી ચોપડાની ચકાસણી કરી તથા ૧૮ વર્ષની વય પુર્ણ થતાં એમનાં આધારિત કાર્ડ બનાવવાની કામગીરી કરવાં સુચનાં અપાય હતી
જીલ્લા કલેક્ટર તેજશ પરમાર, મામલતદાર જયેશ જકાસરીયા, ટીડીઓ આર.એસ. સોલંકી,ડે.મામલતદાર પ્રફુલ ચૌધરી, ડે.મામલતદાર જય પટેલ, રેવન્યું તલાટી દિવ્યાંગ ચૌધરી, ભાજપ જી.ઉપ પ્રમુખ દિનેશ પટેલ, તા.પં.સભ્ય સંજય પટેલ, ઉપ સરપંચ યુનુશ મહિડાં, તલાટી મહેશ પાવાગઢી, અનુરાધાબેન,
પંચાયત સભ્ય પ્રશાંત મોદી,રમેશ પટેલ, સામાજીક કાર્યકર કાળીદાસ વસાવા
——————–બોક્ષ————-
અન્ય સરકારી જગ્યાની મુલાકાત લઈ અને ચર્ચાઓ કરાય
———————×——————–
તડકેશ્વર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ ચોપડે નોધાયેલા નાના મોટા ગુનાઓની એફઆઈઆરની નોધની જાણકારી મેળવી તથા હાલ બનાવેલ હાઇવે નં. ૬૫ ઉપર વધુ થતાં અકસ્માત રોકવા બમ્પર બનાવવાની માંગ કરાય હતી,
તડકેશ્વર કુમાર તથા કન્યા શાળાનાં બાંધકામ તથા મધ્યાહાન ભોજનની મુલાકાત લઈ તથા શાળામાં વિદ્યર્થીને મળતી કોલરશિંપ માટેની ચર્ચાઓ કરાય તથા આગણવાડીનાં નબળા બાળકોને મેડિકલ ચેકઅપ કરાવવું
તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીને મળતી સુવિધાઓ તેમજ ક્યાં સારવાર માટેનાં દર્દીઓ વધું પ્રમાણમાં આવે છે જેની ચકાસણી કરી હતી,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!