ટાંકલીપાડા અને ઇસદર ગામની મુલાકાત દરમિયાન ડાંગ કલેક્ટરશ્રીને ગ્રામજનો દ્વારા વીજળીના પ્રશ્નની રજૂઆત મળતાં તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું
ડાંગ માહિતી આહવા & બ્યુરો (શિવાજી કવર બ્યુરો આહવા) ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા : તા : ૧૯: ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને
લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે આહવા તાલુકાના ટાંકલીપાડા અને
ઇસદર ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી
પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વીજ પુરવઠા તેમજ વીજ સંબધિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં
આવી હતી.
ગ્રામજનોની રજૂઆતને પગલે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે કલેક્ટર શ્રી એન.ડી. પરમારે વીજ વિભાગના
અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જેના પ્રતિસાદરૂપે પ્રથમ ટાંકલીપાડા ગામે દેવરામભાઇ ભોયેના
ખેતીવિષયક વીજ જોડાણ માટેનું ટ્રાન્સફોર્મર જર્જરિત સ્ટ્રક્ચર પર હતુ તેની જગ્યા પર નવા ઉભા કરેલ ટ્રક્ચર ઉપર
શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમજ ટાંકલીપાડા ગાના વારિગૃહના વીજ જોડાણની વીજ લાઇનનું સ્ટ્રક્ચર નમી ગયેલં
હતું તેનું યોગ્ય સમારકામ કરી તાણીયા મારીને મજબૂત કરી વધુ સલામત બવાવવામાં આવેલ છે. આ ઉપરાંત ઇસદર
ગામે ડિસ્ટ્રિબ્યુશન બોક્સ તૂટેલી તથા જર્જરિત સ્થિતિમાં હતું જેને બદલે તેની જગ્યાએ નવું ડિસ્ટ્રિબ્યુશન બોક્સ
લગાવવામાં આવ્યું છે. તેમજ શ્રી સોમાભાઇ બાગુલના ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સરોર્મર માંથી અજાણ્યા
ઇસમો દ્વારા કોઇલ તેમજ ઓઇલની ચોરી કરવામાં આવી હતી. તેથી તે ટ્રાન્સફોર્મરના બદલી વીજ પુરવઠો પુર્વવત
કરવામાં આવ્યો છે. સાથે જોખમી પરિસ્થિતિનું નિવારણ કરી વીજ મળખાની સલામતી તથા વીજ પુરવઠાની
વિશ્વનીયતા સુનિશ્ચિત કરવામાં આવી છે..
આમ, આહવા વીજ વિભાગે સંબંધિત પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવી જરૂરી તકેદારીના પગલાં સાથે
વીજ વ્યવસ્થાને સુરક્ષિત બનાવી હતી.
ગ્રામજનોની રજૂઆત સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરાતાં, ગ્રામજનોએ તંત્રની કામગીરી
પ્રત્યે સંતોષ વ્યક્ત કરી કલેક્ટરશ્રીનો આભાર માન્યો હતો.
આ ગામોની આ મુલાકાત દરમિયાન આહવા મામલતદાર શ્રી રજની વૈષ્ણવ સહિત સંબધિત અધિકારી કર્મચારીઓ
તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.




