તાપી

તાપી જિલ્લામાં ૩૦ ઓકટોબરે PM કિસાન ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે

માહિતી બ્યુરો તાપી & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

વ્યારામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષા તેમજ જિલ્લા પંચાયતની દરેક સીટ ઉપર બે મળીને કુલ ૫૩ જેટલા કાર્યક્રમોનું વિશાળ આયોજન સાથે કુલ ૨૩૦૦ ખેડૂત લાભાર્થીઓને PM કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૪ મો હપ્તો ઓનલાઈન ચૂકવણી કરાશે

(માહિતી બ્યુરો તાપી) તા. ૨૭- તાપી જિલ્લામાં આગામી ૩૦ ઓકટોબરે PM કિસાન ઉત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે તા.૨૭/૧૦/૨૦૨૬ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં સાંજે ૪-૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ચંચળબેન ચૌધરીની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
PM કિસાન ઉત્સવની ઉજવણી અંગે કલેકટરશ્રી દેવ ચૌધરીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી બનાસકાંઠાથી લાઈવ પ્રસારણ થનાર છે. સમગ્ર તાપી જિલ્લાના ૨૩૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓને PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો ઓનલાઈન ચૂકવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે તેમજ જિલ્લા પંચાયતની દરેક સીટ ઉપર બે મળીને કુલ ૫૩ જેટલા કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તાપી જિલ્લામાં યોજાનાર સમગ્ર કાર્યક્રમોની ઉજવણી સુચારૂ રીતે પાર પડે તે માટે સબંધિત અધિકારીઓએ તેમની ફરજ અદા કરવી તેમજ ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા કલેકટરશ્રી દેવ ચૌધરીએ અનુરોધ કર્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ,નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ, વ્યારા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!