
“વન નેશન, વન ઇલેક્શન” ના હેતુસર બંધારણમાં સુધારો કરવા માટેના વિધેયક અનુસંધાને વધુ અભ્યાસ માટે બનેલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહી બંધારણના મૂળભૂત મૂલ્યો, સંઘીય વ્યવસ્થા અને લોકશાહીની રક્ષા માટે તર્કસંગત અભિપ્રાયો રજૂ કર્યા.
કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ માનવું છે કે “વન નેશન, વન ઇલેક્શન” દેશના બંધારણીય માળખા, રાજ્યોના અધિકારો અને પ્રજાના લોકશાહી મેન્ડેટ પર સીધી અસર કરતો પ્રસ્તાવ છે આ સુધારા દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરી રાજ્યોની સ્વાયત્તતા ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે.




