મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી
પ્રિતેશ પટેલ નવસારી જિલ્લા બ્યુરો ચીફ.

માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી, માનનીય ભુરાભાઈ શાહ શ્રી, માનનીય પ્રાંત સાહેબ શ્રી ચીખલી, નાયબ કલેકટર શ્રી ૨ નવસારી, માનનીય મામલતદાર શ્રી ગણદેવી, માનનીય મામલતદાર શ્રી ચીખલી, માનનીય નગરપાલિકા પ્રમુખશ્રી ગણદેવી, ચીફ ઓફિસર શ્રી બીલીમોરા આ તમામ મહાનુભાવોના ઉપસ્થિતિમાં વી. એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બીલીમોરા, નવસારી ખાતે સાયકલ રેલી કાર્યક્રમનો પ્રારંભ.
—–
નવસારી, રવિવાર : – ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નવસારી જિલ્લાની વી. એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બીલીમોરા ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ ની શાનદાર ઉજવણી કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રેરણા અને રમતક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરે તે માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્રિદિવસીય ઉજવણીના ત્રીજા દિવસે સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી માત્ર કાર્યક્રમ જ નહીં પરંતુ યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ, ફિટ ઈન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવતી સાબિત થઈ છે.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.