નવસારીના પ્રભારી સચિવશ્રી કે.કે.નીરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
નવસારી

નવસારી,: નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે
થયેલ નુકસાન સહિત જિલ્લાના વિવિધ વિભાગોના કામોની સમીક્ષાને અનુલક્ષીને બેઠક યોજાઇ હતી.
સચિવશ્રીએ પ્રિ-મોન્સુન સમયગાળા દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની વિગતવાર સમિક્ષા કરી હતી.
આ સાથે ઇમર્જન્સીની પરિસ્થિતીમાં દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી ૨૪*૭ જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા
અંગે આવશ્યક સૂચનો કર્યા હતા. સચિવશ્રીએ બચાવ કામગીરીના સાધનોની ઉલબ્ધતા તથા કાર્યક્ષમતાની ચકાસણી કરી જરૂરી
ફેરફારો કરવા જણાવ્યું હતું. તેમણે સ્થાનિકો સાથે મળી જરૂરી મોકડ્રિલ અને નિમવામા આવેલ લાઇઝન અધિકારીઓને
આગોતરી રીતે નાગરિકોને જાગૃત કરવા સુચનો કર્યા હતા.
આ સાથે સચિવશ્રીએ જિલ્લા કંટ્રોલરૂમ, પોલીસ કંટ્રોલરૂમ સતત ચાલુ રાખી નાગરિકોને મદદરૂપ બનવા, ફેક ન્યુઝ ન
ફેલાય તેની તકેદારી રાખી સોશિયલ મિડિયા ઉપર ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું. તેમણે છેલ્લા ૦૫ વર્ષના વરસાદી
આંકડાને ધ્યાને લઇ એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ સાથે સચિવશ્રીએ પોલીસ વિભાગની કામગીરી, સુજલામ સુફલામ યોજના હેઠળ કાર્યરતના પ્રોજેક્ટ, કલેક્ટરશ્રી
અને ડીડીઓશ્રી દ્વારા લેવામાં આવેલ ગામ મુલાકાત દરમિયાન ઉપસ્થિત થયેલા પ્રશ્નો, નવસારી મહાનગરપાલીકા તરીકે
ડેવલપ કરવાના કામો અને આયોજન, પુરવઠા વિભાગ, આયોજન મંડળના કામો સહિત પ્રાયોજના વહિવટદાર સહિત વિવિધ
વિભાગોની કામગીરીની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને પ્રિ-મોન્સૂન પ્રિપેરેશન, કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના
સર્વે, આગામી સમયમાં વરસાદ દરમિયાનની પુર્વ તૈયારીઓ, ડ્રેઇનેજ વિભાગ અને નગરપાલીકા દ્વારા હાથ ધરાયેલા સફાઇ
અભિયાનો, આશ્રયસ્થાનો, આપદામિત્રો, એનજીઓ, બચાવ કામગીરીના સાધનો, મેડીકલ સહિત જરૂરી આનુસાંગિક વ્યવસ્થા
તથા તાજેતરમા થયેલ મોકડ્રિલ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા કામો, આરોગ્ય
વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત ગામ મુલાકાત દરમિયાન ઉપસ્થિત થયેલા પ્રશ્નો અંગે જરૂરી માહિતી આપી
હતી.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલકુમાર અગ્રવાલે પોલીસ વિભાગની કામગીરીના આગોતરા આયોજન અંગે, કોસ્ટલ
પોલીસ, વિવિધ ટીમો, સાઇબર ક્રાઇમ ટીમ વગેરે અંગે જાણકારી આપી હતી.
આ સાથે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી દ્વારા નવસારીના વિકાસ માટે હાથ ધરેલ કામો, પ્રગતિ હેઠળના
કામો અને ભવિષ્યમાં હાથ ધરનાર વિવિધ પ્રોજેક્ટર અંગે સચિવશ્રીને માહિતગાર કર્યા હતા.
સચિવશ્રીએ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરી વ્યવસ્થાની સરાહના કરી નવસારી જિલ્લા તંત્રની
કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમં ઉમેર્યું કે નવસારી જિલ્લો તમામ કામગીરીઓમાં અગ્ર હરોળમાં રહે છે તો
આવી કામગીરી ભવિષ્યમાં પણ થતી રહે તે અંગે વધુ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજયવર્ગિય, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.